ગુજરાત

અતિવૃષ્ટિની નુકસાનીનો સરવે હજુ એકાદ સપ્તાહ ચાલશે: ખેતીવાડી અધિકારી

Published

on

નુકસાનની વિગતો, ફોટોગ્રાફી એકત્ર કરાતી હોવાનું જણાવતું તંત્ર

જામનગર જિલ્લામાં તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે.


વરસાદના કારણે થયેલા નુકસાનની વિશાળતાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ગ્રામ સેવકોને બોલાવીને સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો પાસેથી નુકસાન અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે અને ફોટોગ્રાફિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ ભારે વરસાદને પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version