rajkot

શરદી-ઉધરસના કેસમાં ઉછાળો, નવા 1279 કેસ

Published

on

શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા શરદી-તાવ, ઉધરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગે કરેલી ડોર ટુ ડોર કામગીરી દરમિયાન બહાર આવેલા આંકડા મુજબ શરદી ઉધરસના 1259, મેલેરિયા 1, ડેંગ્યુ-5, ચિકનગુનિયા 5, સામાન્ય તાવ 94, ઝાડા-ઉલ્ટીના 248, નવા દર્દી નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગે કડક ચેકીંગ હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ રહેણાક અને કોમર્શીયલના 351 એકમોને નોટીસ ફટકારી હતી.
ડેંગ્યુ રોગચાળાઅટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 803 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂકલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 340 અને કોર્મશીયલ 11 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10*10*10નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્યુની, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

રોગચાળાથી બચવા આટલું કરો

પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ, પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ, બિનજરૂૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ, અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ, છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ, ડેન્યુઓન નો મચ્છમર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાનન પુરૂૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા સહિતની સાવચેતી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version