ઉનાળાનો કાળો કેર, તાવ-ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા

માત્ર સરકારી હોસ્પિટલમાં જ 1857 કેસ, ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામાં આવે તો હકિકત વધુ ચિંતાજનક રાજકોટમાં એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય…

માત્ર સરકારી હોસ્પિટલમાં જ 1857 કેસ, ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામાં આવે તો હકિકત વધુ ચિંતાજનક

રાજકોટમાં એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે.
મનપાની આરોગ્ય શાખાના અઠવાડિક રિપોર્ટ પરથી રોગચાળાની ચિંતાજનક હાલત સામે આવી છે. ઝાડા-ઉલ્ટી, તાવ સહિતના 1886થી વધુ કેસ નોંધાયા છે અને આ આકડાં માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે. મનપાએ જાહેર કરેલા અઠવાડિક કેસમાં શરદી-ઉધરસના 749, તાવના 711, ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.

43-44 ડીગ્રી વચ્ચે પણ મચ્છરોનો ત્રાસ, 277 સ્થળે મળ્યા મચ્છરના બ્રીડીંગ
રાજકોટમાં 43-44 ડીગ્રી વચ્ચે પણ અમુક વિસ્તારમાં મચ્છરો લોકોને તોબા પોકારાવી રહ્યા છે. આવા ઉનાળામાં પણ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ નોંધાયા છે. મનપાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. અઠવાડિયા દરમિયાન શહેરમાં રહેણાક સિવાય અન્ય 655 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 245 અને કોર્મશીયલ 32 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.