Site icon Gujarat Mirror

એક તરફી પ્રેમમાં યુવકનો અગ્નિસ્નાન કરી આપઘાત

આપઘાત પૂર્વે કોઇ વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મુક્યા હતા, જૂનાગઢની ચોંકાવનારી ઘટના

જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી ’ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન’ ઓફિસમાં આજરોજ એક અજૂગતી ઘટના સામે આવી છે. એકતરફી પ્રેમમાં યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં યુવક ભડથું થતા સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકની આ હાલત જોઈને પિતા ભાંગી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ મૃતક જાવિદ ગુલામઅલી કાદરી નામનો યુવક કોઈ બાબતથી નારાજ હતો. તે મોતીબાગ નજીક આવેલી ’ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન’ ઓફિસમાં અચાનક પ્રવેશ્યો હતો. ઓફિસમાં ગયા બાદ તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને સળગીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે. આગને કારણે યુવક ઘટનાસ્થળે જ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસમાં યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે પંચનામું શરૂૂ કર્યું હતું. જ્યારે યુવકના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ દોડી આવ્યા હતા. પરિવારજનોના કરુણ આક્રંદથી આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

8 કલાક પહેલા સોશિયલ મીડિયા પર ’સેડ સોંગ્સ’ના સ્ટેટ્સ મૂક્યા હતા. યુવકે આ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ’સેડ સોંગ્સ’ ના સ્ટેટ્સ પણ મૂક્યા હતા. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, યુવક માનસિક રીતે કોઈ મોટી મૂંઝવણ કે પીડામાં હતો. તેના સ્ટેટ્સ પરથી તે કોઈ વ્યક્તિ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઓફિસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે વધુ વિગતો સામે આવી શકે છે.

Exit mobile version