રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા છે. જેમા વાવડીમાં આવેલી કેસર ફૂડ પ્રોડક્ટસમાં ગંદકીમાં જેમ તેમ રખાયેલા મીઠા શક્કરપારા અને લોટ જોવા મળ્યા હતા. જ્યારે વિજય પ્લોટમાં શાહ ફૂડ પ્રોસેસીંગ પ્રાઇવેટ લીમીટેડ અને આ જ વિસ્તાર વિજય પ્લોટમાં આવેલી શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીમાં પણ અનહાઇજેનિક સ્થિતિ પકડાતા ઉક્ત ત્રણેય પેઢીને સીલ કરી દેવામા આવી છે.
મનપાએ કુલ 75 પેઢીમાં ચેકીંગ્ કર્યુ હતુ. એ દરમિયાન કુલ 1020 ઊંલ અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 12 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂૂ.34,500નો દંડ વસુલ કરાયો હતો. ચેકીંગ દરમિયાન 10 સેમ્પલ લેવામાં આવ્યા હતા.મનપાએ સીલ કરેલી પેઢીમાં વાવડી ગામથી આગળ, ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગોપાલ હોટલ વાળી શેરીમાં આવેલા “કેસર ફૂડ પ્રોડક્ટસ” માં ખાદ્યચીજોની બનાવટમાં રો-મટિરિયલ તરીકે વપરાતા લોટના પેકિંગ પર પશુ આહાર તરીકે પ્રિન્ટ કરેલ જોવા મળેલ તેમજ પેઢીમાં ઉત્પાદન કરેલ ફરસાણ અનહાઈજીનીક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ.
મીઠાશક્કરપારા તથા લોટ કુલ મળી અંદાજિત 1020 સલ અખાધ્ય જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે ’અરિહંત’, વિજય પ્લોટ-18, ગોંડલ રોડ મુકામે આવેલ “શાહ ફૂડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ” પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં ટેકનિકલ પર્સનની ગેરહાજર જોવા મળેલ. તેમજ ઉત્પાદન અંગેનો બેચવાઇઝ કોઈ રેકર્ડ નિભાવતા ન હોવાનું જાણવા મળેલ. પેઢીમાં સંગ્રહ કરેલ પ્રીમિક્સ માટેના એસન્સ, ઋજજ અભિ-ં2006 અન્વયેના લેબલ વગરનો જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ ટી- કોફી પ્રીમિક્સ, સોફ્ટ ડ્રિંક કોન્સ્ટ્રેટ, ફૂડ એડીટિવ્સ, પ્રિસેર્વેટિવ, સોડા મસાલા, વગેરેનો કુલ મળી 5972 સલ અલગ-અલગ ફ્લેવરના એસન્સના કેન ઉત્પાદન/ એક્સપાયરી ડેટ વગરનો કુલ મળીને અંદાજિત 2000 લિટર જથ્થો સ્થગિત કરી પેઢીને સીલ કરવામાં આવેલ.
આટલી પેઢી લાઈસન્સ વગર ધંધો કરતા ઝપટે ચડી
* ગાત્રાળ ફૂડ ઝોન: યુનિવર્સિટી રોડ, ન્યુસન્સ બાબતે ₹500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* મુરલીધર ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ: યુનિવર્સિટી રોડ, ન્યુસન્સ બાબતે ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* જય જોગમાયા પાન: યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* જી.પટેલ પાન કોલ્ડ્રિંક્સ: યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* જય ગાત્રાળ હોટલ: યુનિ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* પી. પટેલ પાન કોલ્ડ્રિંક્સ: યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* રોયલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ: યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* પાબુરાજ પાપડ મોલ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* જલિયાણ ટ્રેડર્સ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* શ્યામ બેકરી: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* રામનાથ જનરલ સ્ટોર: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* હરભોલે પાન કોલ્ડ્રિંક્સ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* મીરા ફરસાણ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
* ખોડલ ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹500/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા માવો(લુઝ)નો નમૂનો લેવામાં આવેલ.
* શ્યામ ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, મલાઈ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
* અરમાન ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, ભેંસ દૂધ(લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
