રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક નિવેદનમાં જણાવેલ છે કે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશન દ્વારા રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે આંદોલન કરેલ અને આવેદન આપવામાં આવેલ, જે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સફળ રહેલ હતું.

હાલમાં મીડિયા સમક્ષ હાઇકોર્ટ બેચના મુદ્દે ભાજપ લીગલ સેલ દ્વારા તદ્દન ખોટી રજૂઆત કરવામાં આવેલ તેવું મીડિયા દ્વારા પ્રસિદ્ધ થયેલ સમાચારથી જાણવા મળેલ, રાજકોટમાં એસોસીએશનને ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યોને સાથે લઈને આંદોલન રજૂઆત કરેલ છે, સંસદ સભ્યો ધારાસભ્યોને લેખિત રજૂઆત કરેલ છે અને ભાજપ સરકાર જ્યારે ખુદ ચૂંટણી ઢંઢેરામાં હાઇકોર્ટ બેંચ આપવાની જાહેરાત કરેલ છે અને સંસદ સભ્યોએ હકારાત્મક પત્રો પણ લખેલ છે. રાજકોટ બાર એસોસિએશન પ્રમુખ સુમિત વોરાએ ભાજપ વિરુદ્ધ ક્યારે નિવેદન આપેલ નથી.

બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને રાજ્યપાલ ને પ્રપોઝલ આપી રજૂઆત કરેલ છે. મુખ્યમંત્રીને તથા લો-મિનિસ્ટરને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે.

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખએ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ ક્યારેય નિવેદન કરેલ નથી. અત્યાર સુધીના હાઇકોર્ટ બેચના પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપેલ નિવેદનો જોવાથી પણ ધ્યાને આવે છે. ભાજપ લીગલ સેલે ભાજપની વિચારધારા સાથે જોડાઈ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે પોઝિટિવ પ્રયત્નો કરવા જોઈએ એમના નિવેદન જોતા પ્રજાજનોમાં ખોટી અસર પડે તેવું ઉપસ્થિત થાય છે માટે આ અંગે સરકારમાં પણ બાર એસોસિએશન તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન રજૂઆત કરવાના છે.

રાજકોટ બાર એસોસિએશને ભાજપ લીગલ સેલ ખરેખર રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તેવું ઇચ્છતી હોય તો હાઇકોર્ટ બેંચ માટેના આંદોલનને સમર્થન આપવું જોઈએ તેમજ ભાજપ સરકારે જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાનું પાલન કરવું જોઈએ રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે શહેર પ્રમુખ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જે સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ છે તે તમામને પત્રો લખી તેમનો સહકાર પણ રાજકોટ બાર એસોસિએશનએ માંગેલ છે તેમજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો સમય માંગેલ છે. રાજકોટ બાર એસોસિએશન હંમેશા ભાજપ સાથે હતા અને રહેશે. ખોટી રીતે નિવેદનથી આંદોલન તોડવાની કોશિશ કરવામાં ન આવે તેવી રાજકોટ બાર એસોસિએશનએ વિનંતી કરેલ છે.

હાઇકોર્ટ માટેની લડતમાં ભાજપ લીગલ સેલને જોડાવા બારની અપીલ
રાજકોટ શહેર પ્રમુખ સુમિત વોરા તથા સેક્રેટરી નીલેશ પટેલ, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, હોદેદારો કેતન મંડ, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતિ માકડિયા, હિરલબેન જોષી, નિશાબેન લૂણાગરિયા, સંજય ડાંગર, સ્તવન મહેતા, હસમુખ સાગઠીયા, અશ્વીન રામાણી, રક્ષાબેન ઉપાધ્યાય, મીનલબેન સોનપાલ, કલ્પેશ સાકરીયો, દીપ વ્યાસ, વિજય રૈયાણી તથા પૂર્વ પ્રમુખ પરેશ મારુએ હાઇકોર્ટ બેન્ચ અંગે આંદોલન સારી રીતે ચાલી રહેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ મા તમામ બાર એસોસિયેશને ઠરાવ કરી સમર્થન આપેલ છે. હાઇકોર્ટ બેન્ચ મોટી લડત છે તમામને જોડીને જ આ હાઇકોર્ટ બેન્ચ લડત જીતી શકાય તેમ હોય, ભાજપા લીગલ સેલના તમામ હોદેદારો તથા ટેકેદારોને પણ રાજકોટ બાર એસોસિયેશન સાથે જોડવા અને હાઇકોર્ટ બેન્ચ રાજકોટને મળે તેવા સામૂહિક કાર્યક્રમો આપવા માટે તમામ લીગલ સેલને જોડાવવા રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ તથા હોદેદારોએ તેમજ પ્રદેશ ભાજપ લીગલ સેલના પૂર્વ સહક્ધવીનર દિલીપ પટેલે પણ વિનંતિ કરેલ છે.