ગુજરાત

જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામ

Published

on

જસદણ એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન જસદણ ભાડલા રૂૂટ ની બસ છેલ્લા આઠ દિવસથી બંધ હોય તેને લઈને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.


ભાડલા થી જસદણ આવતી બસમાં આઠથી નવ ગામના વિદ્યાર્થીઓ જસદણ અભ્યાસ માટે આવતા હોય છે જેમાં હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવતા હોય છે ત્યારે એસટી તંત્રના અણધડ વહીવટ કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ શિયાળાની ગાત્રો જાવતી ઠંડીમાં વહેલી સવારે રિક્ષામાં આવવું પડે છે ટાઈમસર રીક્ષા ન ઉપાડતા સ્કૂલ અને કોલેજમાં જવામાં મોડું થઈ જાય છે. આજે જસદણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસની સામે બેસીને ધરણા ધરવામાં આવ્યા હતા તેમજ ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.


ભાડલા જિલ્લા પંચાયત સદસ્ય મનસુખ સાકરીયા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો જસદણ એસટી ડેપોમાં ભાડલા રૂૂટ ની બસ રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી દ્વારા યોગ્ય કરવા લેખિતમાં ખાતરી આપતા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version