વોર્ડ નં.13માં સૌથી વધુ 3624 અરજદારોએ ફરિયાદ કરી, સૌથી ઓછી વોર્ડ નં.2માં 1109
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવી છે. જેના મેન્ટન્સ માટે એજન્સીઓને વિસ્તાર વાઇઝ કામ સોંપવામાં આવ્યુ છે. છતાં એજન્સીઓની બેદરકારી અથવા નબળી ગુણવતાના કારણે દર વર્ષે હજારો અરજદારો સ્ટ્રીટ લાઇટ અંગેની અલગ અલ પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષના આઠ માસ દરમિયાન 40985 ફરિયાદો નોંધાઇ છે. જે તમામનો નિરાકરણ થઇ ગયાનું તંત્ર જણાવી રહ્યુ છે. છતાં વોર્ડ નં.13માં સૌથી વધુ અને વોર્ડ નં.2માં સૌથી ઓછી સ્ટ્રીટ લાઇટની ફરિયાદો નોંધાઇ છે.
મહાનગરપાલિકા દ્વારા દરેક વિસ્તારમાં પોલ નાખી સ્ટ્રીટ લાઇટની સુવિધા શહેરીજનોને ઉપબલ્ધ કરાવી છે અને મેન્ટેન્સ સહિતનુ કામ એજન્સી મારફતે કરાવવામાં આવી રહ્યુ છે. છતાં દર વર્ષે ઉઠતી ફરિયાદોમાં આજે પણ ઘટાડો નથી થયો ચાલુ વર્ષના આઠ માસ દરમિયાન 40985 ફરિયાદો મનપાના સીવીક સેન્ટર ખાતે નોંધાઇ છે. જેમાં વોર્ડ નં.13માં 3624 અને વોર્ડ નં.2માં સૌથી ઓછી 1109 ફરિયાદો નોંધાઇ છે. એજન્સી દ્વારા થાંભલા નંબર સાથેની ફરિયાદોના લીસ્ટના આધારે નિરાકરણ કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ નોંધાયેલ તમામ 40985 ફરિયાદોનું નિરાકરણ સમયસર કરવામાં આવ્યુ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે. આવેલ ફરિયાદો પૈકી સ્ટ્રીટ લાઇટનું એંગલ બદલવું, સ્ટ્રીટ બંધ, સ્ટ્રીટ ડેમેજ અને શોર્ટસર્કિટ સહિતની ફરિયાદોનો સમાવેશ થાય છે.
વોર્ડ ફરિયાદની સંખ્યા
1- 2249
2 – 1109
3- 2635
4 – 2820
5 – 1275
6 – 1700
7 – 1896
8 – 2768
9 – 2011
10- 1647
11 – 3306
12 – 2593
13 – 3624
14 – 2281
15 – 2028
16 – 1341
17 – 2356
18- 3478

