શહેરમાં ભોમેશ્વર વિસ્તારમાં રહેતી અને ધો.6 માં અભ્યાસ કરતી તરુણીએ માનસિક બીમારીના કારણે કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા હતા તરૂૂણીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભોમેશ્વર વિસ્તારમાં આવેલ ભુતનાથ મંદિર પાસે રહેતી 13 વર્ષની તરુણી પોતાના ઘરે હતી ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા હતા. તરુણીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તરુણ ધો.6 માં અભ્યાસ કરે છે અને એક ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ છે તરુણી માનસિક બીમારીમાં સપડાય છે અને અગાઉ પણ તેને જ્વલનશીલ પ્રવાહી પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લક્ષ્મીનગર નાલા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા ખવાઇસબેન રોમિયોભાઈ મકવાણા નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
