કચ્છ

રખડતા ઢોરનો ત્રાસ યથાવત: રાપરમાં બે આખલાની લડાઇમાં યુવાનનું મોત

Published

on


તાલુકા મથક રાપર નગરમાં રખડતા ઢોરની સમસ્યા ઘટવાના બદલે પ્રતિદિન વધી રહી હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.થોડા સમય પહેલા આંખલાની ઠોકરે ચડેલા નિવૃત સરકારી કર્મચારીનુ મોત થયુ હતું, તો હવે 25 વર્ષના યુવાનનું બે આખલાના યુદ્ધ દરમિયાન ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું છે. ઘરના આશાસ્પદ યુવકના આકસ્મિક નિધનથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.તો ઢોર મામલે નિષ્ક્રિય તંત્ર સામે નગરમાં રોષની લાગણી ફેલાઇ છે.
મળતી વિગતો મુજબ,નગરના પાવર હાઉસ ખાતે રહેતા 25 વર્ષીય જીગર ખેંગાર ભરવાડ નામનો યુવક ગઈકાલ રાત્રે 9 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ બાઈકથી જતો હતો તે દરમિયાન હેલિપેડ વિસ્તારના માર્ગે યુદ્ધે ચડેલા આંખલાઓ પૈકી એકનું શિંગડુ હતભાગી યુવકના છાત્તીના ભાગે લાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ અવસ્થામાં યુવકના મોટા ભાઈએ તેને સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલમાં ખસડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે યુવકને ભુજની કે.કે.પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જોકે સારવાર કારગર નીવડી ના હતી.
ખાનગી ગેસ એજન્સીમાં નોકરી કરતાં આશાસ્પદ યુવાનનાં મોતથી અરેરાટી પ્રસરી ગઇ હતી.કેન્સર પીડીત માતા અને ભાઈ બહેનનાં પરિવારનો નિર્વાહ કરતો આધાર સ્થંભ યુવાનનાં મોતથી પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું.

\

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version