રાષ્ટ્રીય

શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી પ્રથમ વખત 23,500ને પાર, સેન્સેક્સ પણ ઓલ ટાઈમ હાઈ

Published

on

ભારતીય શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,570ની સપાટીને કૂદાવી ગઈ છે. આ રીતે નિફ્ટીએ પ્રથમ વખત 23500ની સપાટી વટાવી છે.

બીએસઈનો સેન્સેક્સ 242.54 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,235.31 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 105.20 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 23,570.80 પર ખુલ્યો હતો.નિફ્ટીએ આજે ઈતિહાસમાં પહેલીવાર 23500ની જાદુઈ સપાટીને ક્રોસ કરી હતી. વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે જૂન એક્સપાયરી સિરીઝમાં નિફ્ટી 24000નું લેવલ જોઈ શકે છે. આજે નિફ્ટીએ 23570ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો છે, જ્યારે સેન્સેક્સ 77,327ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે.

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન સતત નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે અને તે 437.22 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ તેનો રેકોર્ડ હાઈ છે. જો યુએસ ડોલરમાં જોવામાં આવે તો BSE મેકેપ $5.23 ટ્રિલિયન થઈ ગયો છે. હાલમાં, BSEમાં 3419 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 2106 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1168 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 145 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 194 શેર પર અપર સર્કિટ અને 67 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.

મિડકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ હાઈ પર છે
આજે ભારતીય શેરબજારમાં મિડકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે અને આ પરાક્રમ સતત ચાલુ છે. તે પ્રથમ વખત 55,400 થી ઉપર ગયો છે અને મિડકેપ શેર્સની તેજી ચાલુ છે.

બેન્ક નિફ્ટીમાં અદભૂત ઉછાળો ચાલુ છે

બેન્ક નિફ્ટીનો અદભૂત ઉછાળો ચાલુ છે અને આજે તે 50,194.35 પર ખુલ્યો છે જ્યારે તે 50,204.75 સુધીના ઊંચા સ્તરે જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 2 શેર એવા છે જે ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે.

સેન્સેક્સના શેરનું અપડેટ

સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M 2.80 ટકા અને વિપ્રો 2.36 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા હતા. ટાઇટન 2.08 ટકા, પાવર ગ્રીડ 1.31 ટકા અને SBI 1.19 ટકા ઉપર છે. ઘટતા શેરોમાં મારુતિ 1.86 ટકા ઘટીને ટોપ લુઝર રહી હતી જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 0.52 ટકા ઘટી હતી. એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.17 ટકા અને કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે. આજે ઘટી રહેલા શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ સામેલ છે અને તે 0.12 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version