સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર, સોના-ચાંદીમાં ફરી મંદીની મોકાણ

અમેરિકાના એક રિપોર્ટથી આઈ ટી કંપની શેરમાં 6%નું ધોવાણ થતા સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો છેલ્લા 48 કલાકમાં ચાંદીમાં 26000 અને સોનામાં 10000નો મોટો કડાકો સપ્તાહના…

અમેરિકાના એક રિપોર્ટથી આઈ ટી કંપની શેરમાં 6%નું ધોવાણ થતા સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો

છેલ્લા 48 કલાકમાં ચાંદીમાં 26000 અને સોનામાં 10000નો મોટો કડાકો

સપ્તાહના છેલા દિવસે ભારતની તમામ મુખ્ય બજારમાં મોટા કડાકા બોલી ગયા છે. એક બાજુ ઇક્વિટી માર્કેટમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે તો બીજી બાજુ સોના ચાંદીમાં પણ મોટા કડાકા બોલી ગયા છે. સોનામાં આજે 2700 અને ચાંદીમાં 7000 નો મોટો કડાકો બોલી ગયો છે. છેલ્લા 48 કલાકમાં ચાંદીમાં 26000 રૂૂપિયાનો અને સોનામાં 10000 રૂૂપિયાનો કડાકો બોલી ગયો છે.

ગઈકાલે ચાંદીમાં 15000 ઘટ્યા બાદ આજે વધુ 8000 ઘટી જતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2,29,310 પર આવી ગયો છે જ્યારે સોનામાં આજે વધુ 3000 ઘટી જતા સોનાનો ભાવ વાયદા બજારમાં 1,46,100 પર પહોંચી ગયો છે.

બીજી બાજુ શુક્રવારે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂૂઆત ભારે નિરાશાજનક રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂૂઆત થતાની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. ખાસ કરીને આઇટી અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં આવેલી સુનામીના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,409 ની સરખામણીએ મોટી કટોકટી સાથે 76,852 પર ઓપન થયો હતો. જોકે, ઓપનિંગ બાદ લાઈવ માર્કેટમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો અને 30 શેરો ધરાવતો આ ઇન્ડેક્સ ગગડીને 76,605 ના લેવલ પર આવી ગયો હતો. આ હિસાબે સેન્સેક્સમાં ઓપનિંગ અવર્સ દરમિયાન 804 પોઇન્ટથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

સેન્સેક્સની જેમ જ 50 શેરો ધરાવતા ઇન્ડેક્સ નિફ્ટીની હાલત પણ ખરાબ રહી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ 24,168 ની સામે નબળાઈ સાથે 23,991 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ આશરે 220 પોઇન્ટ તૂટીને 23,939 ના સ્તર પર આવી ગયો હતો, જેના કારણે તે 24,000 ની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટીની નીચે સરકી ગયો છે.

બજારને પાછળ ધકેલવામાં સૌથી મોટી ભૂમિકા આઇટી અને આઇટી સર્વિસ કંપનીઓની રહી છે. બીએસઈની લાર્જકેપ કેટેગરીમાં સામેલ અગ્રણી આઇટી શેરો ઓપનિંગ સાથે જ ધરાશાયી થયા હતા ઇન્ફોસિસ 8.50%, ટીસીએસ 6.20%, ટેક મહિન્દ્રા 5.60% એચ સી એલ 5.40% નો મોટો કડાકો બોલી ગયો છે.

શુક્રવારે માર્કેટ ઓપનિંગ દરમિયાન બજારનો મૂડ એકદમ નકારાત્મક હતો. આશરે 956 કંપનીઓના શેરોએ તેજી સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂૂ કર્યું હતું, જેની સામે 1324 કંપનીઓના સ્ટોક્સ એવા હતા જે મોટી ગગડન સાથે રેડ ઝોનમાં ઓપન થયા હતા. આ સિવાય 178 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
શેરબજારમાં આજના આ મોટા ઘટાડા પાછળ ગ્લોબલ આઇટી સર્વિસ જાયન્ટ કંપની ’એક્સેન્ચર’ હ નો એક અહેવાલ જવાબદાર છે.

એક્સેન્ચરે વેસ્ટ એશિયા માંથી આવતા રેવન્યુમાં પડકારોને કારણે નાણાકીય વર્ષ FY2026 માટે પોતાના રેવન્યુ ગ્રોથના અનુમાનમાં કાપ મૂક્યો છે. આ નકારાત્મક અહેવાલને કારણે વૈશ્વિક સ્તરે આઇટી સેક્ટરમાં સેન્ટિમેન્ટ બગડ્યું છે, જેના લીધે અમેરિકી બજારમાં એક્સેન્ચરનો શેર રાતોરાત આશરે 18% તૂટ્યો હતો, જ્યારે Infosys ADRમાં આશરે 10% અને ઠશાજ્ઞિ અઉછ માં 3.6% નો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી નકારાત્મક અસર આજે ભારતીય ટેક શેરો પર પડી છે.