રાજસ્થાન રોયલ્સ નો 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે, તાજેતરમાં જ વૈભવે તેની બીજી આઇપીએલ સદી ફટકારી. આઇપીએલ 2026ની આઠ મેચમાં તેણે 234.86 ના સ્ટ્રાઈક-રેટથી 357 રન બનાવ્યા છે, આ વર્ષે તે ઓરેન્જ કેપનો મજબુત દાવેદાર છે. એવામાં પાકિસ્તાનના એક ક્રિકેટ વિશ્ર્લેષકે આરોપ મુક્યો છે કે વૈભવના બેટમાં એઆઇ ચીપ લાગેલી છે, લેબોરેટરીમાં તેની તપાસ થવી જોઈએ.
એક ઈન્ટરવ્યું દરમિયાન પાકિસ્તાનના એક જાણીતા ક્રિકેટ વિશ્ર્લેષક નૌમાન નિયાઝે આરોપ મુક્યો કે સૂર્યવંશી પાવર જનરેટ કરવા બેટમાં એઆઇ ચિપ લગાવે છે. નોંધનીય છે કે નૌમાન નિયાઝ વિવાદાસ્પદ અને અતિશયોક્તિપૂર્ણ ટિપ્પણીઓ માટે જાણીતા. ’સ્મેશહિટ’ નામના શોમાં નૌમાન નિયાઝે કહ્યું, “આ બાળક શું કમાલનો છે? તેના બેટની તપાસ કરાવો. જેમ WADA ડોપ ટેસ્ટ કરાવે છે, એમ તેને લેબમાં મોકલો. કદાચ તેના બેટમાં એઆઇ ચિપનો લાગેલી છે.
નૌમાન નિયાઝે કહ્યું, વૈભવ વિશ્વાસ ન આવે તેવો ખેલાડી છે. જ્યારે તમે 18 વર્ષના થાઓ છો, ત્યારે તમારા શરીરના સ્નાયુ, બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સ બને છે. આ ફક્ત 16 વર્ષનો છે. વિરાટ કોહલી વર્લ્ડ ચેમ્પિયન હતો ત્યારે તેનો જન્મ થયો હતો. તેની પાસે પાવર ગેમ કરતા વધુ ટેકનિક છે. તેના કાંડામાં તાકાત છે, તમે તેની આર્ક જુઓ, તે સંપૂર્ણ 360 ડિગ્રીનો ઉપયોગ કરે છે. તેની સ્ટ્રાઈક રેટ 200 ની આસપાસની છે, હજુ મને એવું લાગ્યું કે તે ધીમેથી રમી રહ્યો, તેની સ્ટ્રાઈક રેટ 300 થઇ શકે છે.”
