ગુજરાત

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

Published

on

દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24X47માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.


સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ક્ધટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી 24ડ7 મળી શકે છે તેમજ કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગુઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે.


જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે.સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકાર્યું હતું. હાલ આ મશીનમાંથી ઘઉ અને ચોખા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version