ગુજરાત
જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઇન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી મળી ધમકી, અજાણ્યા ઈમેલથી ખળભળાટ
આજે ઈન્ડિયન એરલાઈન્સની 30થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. ત્યારે આ વચ્ચે જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ,મળવાની ઘટના સામે આવી છે. આ માહિતી મળતાં જ પોલીસ તેમજ એરપોર્ટ સ્ટાફ સતર્ક થઈ ગયો હતો. સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાના ઈમેલથી ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકી મળતા જ એરફોર્સની બોમ્બ કોડની મદદ લેવામાં આવી હતી. ફ્લાઈટને અલગ જગ્યા પર લઈ જવામાં આવી હતી. જ્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે (શનિવારે) ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. જે 10 ફલાઈટ્સને ધમકી મળી છે જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની અને પાંચ ફ્લાઈટ આકાસા એરલાઈન્સની છે.
સોમવારથી અત્યાર સુધીમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી છે, જોકે બાદમાં આ બધી ખોટી સાબિત થઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા અને તેમના સમયમાં ફેરફાર કરવો પડ્યો.