સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક…

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ બેઠક પૂર્ણ થયા બાદ તેમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને શહેરનો સંતુલિત વિકાસ થાય તે હેતુથી આ બેઠકમાં કરોડો રૂૂપિયાના પ્રોજેક્ટ્સ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી કુલ 18 જેટલી વિવિધ વિકાસ કાર્યોની દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.આ તમામ 18 દરખાસ્તોનો કુલ ખર્ચ અંદાજિત 113 કરોડ રૂૂપિયા જેટલો થવા જાય છે.

આ બેઠકમાં રજૂ થયેલી 18 દરખાસ્તો પૈકી માત્ર એક જ દરખાસ્ત એવી હતી જેને કમિટીએ નામંજૂર કરી છે. વોર્ડ નંબર 7 માં આવેલી ઐતિહાસિકલાખાજીરાજ શાક માર્કેટના રિનોવેશન માટેની અંદાજિત 5 કરોડ રૂૂપિયાની દરખાસ્ત કમિટી સમક્ષ મુકવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાછળ દર્શાવવામાં આવેલો ખર્ચ વર્તમાન જરૂૂરિયાત કરતા વધુ પડતો હોવાનું કમિટીને જણાયું હતું. પ્રજાના ટેક્સના નાણાંનો વધુ પડતો વ્યય ન થાય તે માટે હાલ પૂરતી આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પડતા ખાડાઓને લગતી એક અત્યંત મહત્વની દરખાસ્તને પણ કમિટીએ મંજૂરી આપી છે. રસ્તા પરના ખાડા નાગરિકો માટે હંમેશા માથાના દુખાવા સમાન રહે છે, ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટીએ કડક વલણ અપનાવ્યું છે.

મંજૂર થયેલી દરખાસ્ત મુજબ, રસ્તા પરના ખાડા પૂરવા માટેની કામગીરીમાં ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કામગીરી માટે કોન્ટ્રાક્ટર પાસેથી બે વર્ષની ગેરંટી લેવામાં આવી છે.એટલે કે, એકવાર ખાડા પૂર્યા પછી ભવિષ્યમાં તેમાં કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવામાં આવશે. જો બે વર્ષની અંદર ફરીથી ત્યાં કોઈ ઇશ્યૂ ઊભો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે એજન્સીની રહેશે.