જિલ્લાકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખોટા જવાબો રજૂ કરતા એસ.ટી.ના ડીટીઓની બોલતી બંધ

સિનિયર સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રાઠોડની યાદી મુજબ લોકોના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તે હેતુને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં…

સિનિયર સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રાઠોડની યાદી મુજબ લોકોના અણ ઉકેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સુધી ગાંધીનગર ધક્કા ન ખાવા પડે તે હેતુને ધ્યાનમાં લઈને દરેક જિલ્લામાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. અરજદારની અરજીઓ દર માસની 10 તારીખ સુધીમાં આપવાની હોય છે. પરંતુ કેટલાક અધિકારીઓ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જનસંપર્ક અધિકારી દ્વારા અરજદારને જવાબો આપવા એવો લેખિતમાં સ્પષ્ટ આદેશ કરવા છતાં અધિકારીઓ જવાબો આપતા નથી અને કાં તો જવાબો આપે તો હળાહળ જૂઠાણા વાળા જવાબો આપતા હોય છે. અને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અભ્યાસ કર્યા વગર અધિકારીઓ ઉપસ્થિત થતા હોય છે.

આવી જ એક અરજી મુસાફરોને થતી કનડગત અંગે એમ.પી રાજ વિભાગીય નિયામક રાજકોટ એસટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાજકોટ એસ.ટી બસપોર્ટ નો વોલ્વો વેઇટિંગ રૂૂમ અને એડવાન્સ બુકિંગ રૂૂમ રાત્રે એક થી દોઢ કલાક વહેલો બંધ થઈ જાય છે જવાબદારો સામે પગલાં ભરવાની રજૂઆતો અંગે જવાબ ન મળતા ઓગસ્ટ માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજકોટને વિભાગીય નિયામક દ્વારા તારીખ 13/8/2026 થી કરાયેલ જવાબની નકલ અરજદાર ચંદ્રેશભાઇને મળતા હળાહળ જૂઠાણા ફેલાવેલ જવાબો મળતા અરજદાર ચોંકી ઉઠ્યા હતા. જે જવાબો રજૂ કરાયા તે અરજદારને મંજૂર નથી. કારણ કે એસ.ટીના વિભાગીય નિયામક વોલ્વો વેઇટિંગ રૂૂમ રાત્રે 9 સુધી જ કાર્યરત રાખવામાં આવે છે.

રાજકોટ જિલ્લા કલેકટરને અને અરજદારને સ્વાગત કાર્યક્રમમાં હળાહળ અને ખોટા જવાબો રજૂ કરી અરજદારને ગેરમાર્ગે દોરતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામક રાજકોટ એમ.પી રાજ સામે નિયમ મુજબ ખોટા જવાબો આપવા બદલ કાર્યવાહી થવી જોઈએ અને શિસ્ત ભંગના પગલા ભરવા જોઈએ જેથી અન્ય અધિકારીઓ જિલ્લા કક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમને ગેરમાર્ગે ન દોરે અને જે કાર્યક્રમની આગળ મુખ્યમંત્રી નું નામ લાગેલ હોય તે કાર્યક્રમનું નામ બદનામ ન થવું જોઈએ.

તારીખ 23/9 જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સામાજિક આગેવાન ચંદ્રેશભાઇ રાઠોડની અરજીમાં પ્રતિનિધિ તરીકે પ્રતાપભાઈ વાળાએ એસ.ટી બસપોર્ટ ના વોલ્વો ડેપોની જિલ્લા કલેકટર સમક્ષ સત્ય હકીકત અને મુસાફરોના હિતની વ્યાજબી રજૂઆત કરતા એસટી તરફથી આવેલા જાહેર માહિતી અધિકારી જાહેર પરિવહન અધિકારી (DTO) ની બોલતી બંધ થઈ ગઈ હતી અને કલેક્ટરે ડીટીઓને સ્વાગત કાર્યક્રમમાં તતડાવી નાખ્યા હતા. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ બાદ ન્યાય નહીં મળે તો રાજ્યકક્ષાના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અપીલ કરવામાં આવશે.

મુખ્યમંત્રી સ્વાગતમાં કરાયેલી ફરિયાદના અનુસંધાનમાં ફરી આપને વિનંતી કરું છું કે એસ.ટી નો વોલ્વો વેઇટિંગ રૂૂમ અને વોલ્વો એડવાન્સ બુકિંગ રૂૂમ રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ. તેમ સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રાઠોડ (98245 70903)ની યાદી