મવડી સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્કવોસ, ટેબલ ટેનિશ, શુટિંગનો પ્રારંભ

તા.1થી મેમ્બરશીપ અને કોચિંગ બેચ થશે શરૂ, ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલથી મનપાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય તેવી સુવિધા રાજકોટ મહાનગરપાલિકા…

તા.1થી મેમ્બરશીપ અને કોચિંગ બેચ થશે શરૂ, ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલથી

મનપાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય તેવી સુવિધા

રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સંયુક્ત એસ.પી.વી. રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મવડી ખાતે શહેરના રમતપ્રેમી નાગરિકો અને યુવા ખેલાડીઓને વધુ આધુનિક અને ઉચ્ચ સ્તરની રમતગમત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, 02 લોન ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તેમજ કબડ્ડી માટે મેમ્બરશીપ અને કોચીંગ બેચ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જેને શહેરના રમતપ્રેમીઓ તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ રમતગમત સુવિધાઓને વધુ વિસ્તૃત બનાવવાના હેતુસર હવે શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મવડી ખાતે સ્કવોશ, ટેબલ ટેનીસ તથા શુટીંગ જેવી નવી રમતોની સુવિધા શરૂૂ કરવામાં આવનાર છે. જેના પરિણામે રાજકોટ શહેરના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય રમતોમાં તાલીમ મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે.

આ નવી સુવિધા અંતર્ગત સ્કવોશ તથા ટેબલ ટેનીસ માટે દ્વિમાસિક મેમ્બરશીપની વ્યવસ્થા શરૂૂ કરવામાં આવી રહી છે, જ્યારે શુટીંગ રમત માટે કોચીંગ બેચ શરૂૂ કરવામાં આવશે. આ તમામ નવી બેચ તથા મેમ્બરશીપ તા.01-05-2026થી કાર્યરત બનશે.

તે ઉપરાંત અગાઉથી ઉપલબ્ધ રમતોમાં પણ નવા માસિક કોચીંગ બેચ શરૂૂ કરવામાં આવશે. જેમાં બેડમિન્ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી તથા નવી શરૂૂ થનાર શુટીંગ રમતનો સમાવેશ થાય છે. અનુભવી કોચીસના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે જેથી શહેરના ખેલાડીઓ પોતાની પ્રતિભા વધુ નીખારી શકે.

ઉપરોક્ત તમામ રમતો માટે દ્વિમાસિક મેમ્બરશીપ તથા માસિક કોચીંગ બેચ માટેનું રજીસ્ટ્રેશન તા.30-04-2026, ગુરુવારના રોજ સવારે 11:00 કલાકથી શરૂૂ કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રકારની નોંધણી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. રમતપ્રેમીઓ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in તથા મોબાઈલ એપ્લિકેશન RMC Citizen મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે ઓફલાઈન નોંધણી પણ કરાવી શકાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બને, યુવાનોમાં ફિટનેસ અને સ્પર્ધાત્મકતા વધે તેમજ ખેલાડીઓને શહેરમાં જ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શહેરના રમતગમત ક્ષેત્રે એક આધુનિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે, જ્યાં વિવિધ રમતો માટે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.