Site icon Gujarat Mirror

ધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસ

લીવ ઇનમાં રહેતી યુવતીનો પીછો છોડાવવા કારમાં દુપટ્ટાથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ સળગાવી દાટી દીધી હતી

ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી 22 વર્ષીય ધારા કડીવાર સુરજ ભુવાજીના સંપર્કમાં આવી હતી. સુરજ પોતે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા ધારા અને સુરજ લિવઈનમાં રહેવા લાગ્યા હતા. પરતં, બાદમાં બંને વચ્ચે એટલા ઝઘડા વધી ગયા હતા કે સુરજ ભુવાજીએ અન્ય લોકો સાથે મળી ધારાને કાયમ માટે પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને બે પ્લાન તૈયાર કર્યા હતા.

પ્લાન મુજબ આરોપીઓ જૂન,2022માં ધારાને લઈ અમદાવાદ આવવા નીકળ્યા હતા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક સુરજ ભુવાજીની વાડીએ ધારાને લઈ ગયા હતા. જ્યાં ગળેટૂંપો આપી હત્યા નિપજાવી લાશનો સળગાવી નાખવામાં આવી હતી.જો કેસ, વાત આટલેથી અટકી ન હતી અને આ હત્યાનો ભેદ ક્યારેય પણ ન ખુલ્લે તે માટે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવો પ્લાન ઘડી કાઢ્યો હતો. જો કે, જે તે સમયે પોલીસે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે.

આ કેસ 2022માં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ અને ત્યારબાદ થયેલા મૈત્રી કરાર સાથે જોડાયેલા છે. કોર્ટે તમામ દસ્તાવેજો, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદો સંભળાવ્યો ત્યારે તમામ આરોપીઓ જેલમાં હતા. એક પણ આરોપીને કોર્ટ ખાતે લાવવામાં આવ્યા ન હતા. ધારા કડીવાર પોતાની રીતે જતી રહી હોવાનું સાબિત કરવા માટે સુરજે આ ચેટ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જો કે, અંતે કોર્ટમાં સત્ય સામે આવી ગયુ હતુ.

શું હતી આખી ઘટના? ભોગ બનનાર ધારા કડીવાર જૂનાગઢમાં આરોપી સુરજ ભુવાજી સાથે ભાડાના મકાનમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. વિવાદ થતાં ધારાએ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરજ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થતાં 25એપ્રિલ 2022ના રોજ મૈત્રી કરાર કરીને તેઓ ફરીથી સાથે રહેવા લાગ્યા હતા, ધારા પોતાના સંસારમાં કાંટારૂૂપ બનતી હોવાનું સમજીને સુરજ, મીત અને ગુંજને ભેગા મળીને તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.19 જૂન 2022ના રોજ કોર્ટના કેસમાં સમાધાન કરવાના બહાને ધારાને અમદાવાદ લઈ જતી વખતે, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામની સીમમાં ગાડીમાં જ ધારાને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મારી નાખવામાં આવી હતી. ત્યારબાદ પેટ્રોલ છાંટીને તેની લાશને અવાવરુ જગ્યાએ સળગાવી દેવાઈ હતી.

Exit mobile version