Site icon Gujarat Mirror

વોર્ડ નં.17માં ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ

ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ 202526 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને ધ્યાનમાં રાખી રમતગમત, જાહેર સુરક્ષા તથા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસાત્મક યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. આ વિકાસકાર્યોના ભાગરૂૂપે તા.27-01-2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા વોર્ડ નં.17 ખાતે નિર્માણ પામી રહેલ આત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તથા તેની બાજુમાં નિર્માણાધીન ફાયર સ્ટેશનની સ્થળ પર જઈ વિસ્તૃત સમીક્ષા વિઝીટ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદમાં ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમાતી રમતોને ધ્યાનમાં રાખીને રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ નિર્માણ, સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટે નવી તક મળે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ 202526 અન્વયે વોર્ડ નં.17 ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામી રહ્યો છે. ઓલમ્પિક્સ તથા કોમનવેલ્થ ગેમ્સમાં ભારત વધુ મેડલ્સ જીતે છે તેવી રમતોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

રમતગમત ક્ષેત્રે જોડાયેલા 21 અનુભવી ખેલાડીઓ તથા પ્રતિભાઓ સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત વધુ મેડલ્સ જીતે છે તેવી રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
સમીક્ષા મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ, ઇજનેરો તેમજ પ્રોજેક્ટ અમલવારી કરતી એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરએ એજન્સીના પ્રતિનિધિ પાસેથી બાંધકામની હાલની સ્થિતિ, તબક્કાવાર કામગીરી, ટેકનિકલ પાસાં, બાંધકામ સામગ્રી, ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા તથા આગામી કાર્યયોજનાની વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ સાથે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની બાજુમાં નિર્માણ પામી રહેલ ફાયર સ્ટેશનની કામગીરીની પણ સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. ફાયર સ્ટેશનની ભાવિ માળખાકીય સુવિધાઓ, અગ્નિશામક સાધનસામગ્રી, વાહન વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિસાદ ક્ષમતાને લગતા મુદ્દાઓ અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.

Exit mobile version