સૌરવ ગાંગુલી, જો રૂટ, બ્રાયન લારા, પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા

મુંબઇમાં યોજાનાર અર્થશોટ પ્રાઇઝ એવોડ્ર્સ સેરેમનીના ભાગરૂપે લંડનમાં યોજાઇ મેચ ભારતના ભૂતપૂર્વ કેપ્ટનો સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણે, ઇંગ્લેન્ડના જો રૂૂટ તથા હેરી બ્રૂક તેમ…

મુંબઇમાં યોજાનાર અર્થશોટ પ્રાઇઝ એવોડ્ર્સ સેરેમનીના ભાગરૂપે લંડનમાં યોજાઇ મેચ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટનો સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણે, ઇંગ્લેન્ડના જો રૂૂટ તથા હેરી બ્રૂક તેમ જ વેસ્ટ ઇન્ડિઝનો બ્રાયન લારા મંગળવારે લંડનમાં ઇંગ્લેન્ડના રાજવી પરિવારના પ્રિન્સ વિલિયમ સાથે ટેનિસ બોલ ક્રિકેટ રમ્યા હતા. મુંબઈમાં આવતા મહિને (17મી નવેમ્બરે) અર્થશોટ પ્રાઇઝ અવોર્ડ્સ સેરેમની યોજાવાની છે અને એ પ્રસંગના પ્રચારના ભાગરૂૂપે આ ટેનિસ મેચ રમાઈ હતી. પ્રિન્સ વિલિયમે આ તમામ દિગ્ગજ ખેલાડીઓને લંડનમાં ધ બકિંગમ પેલેસ નજીકના ધ મોલમાં ટેનિસ બોલ ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ મેચ સલામતી બંદોબસ્ત વચ્ચે રમાઈ હતી જેને ઘણા પ્રેક્ષકોએ માણી હતી.

અજિંક્ય રહાણેએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં જણાવ્યું, ‘ક્રિકેટની રમતને લીધે મને વિશ્વના ઘણા સ્થળે રમવાનો અવસર મળ્યો હતો, પણ લંડનમાં ધ મોલમાં ટેનિસ બોલની મેચ રમવાનો જે મોકો મળ્યો એ મને વર્ષો સુધી યાદ રહેશે. પ્રિન્સ વિલિયમ સાથે બહુમૂલ્ય સમય વીતાવવા મળ્યો તેમ જ દાદા (સૌરવ ગાંગુલી) તેમ જ બ્રાયન લારા, જો રૂૂટ, હેરી બ્રૂક જેવા મિત્રો અને દિગ્ગજ ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળ્યો એ બદલ મને ઘણી ખુશી થઈ છે. ક્રિકેટની રમત બધામાં કેવી એકતાની ભાવના લાવે છે એ વિશે તેમ જ ઇંગ્લેન્ડમાં અને ભારતમાં અમે જે મેચો રમ્યા એને લગતા અનુભવ અમે એકબીજા સાથે શેર કર્યા હતા.