T-20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-4માં 3 ભારતીય

  દુબઈમાંઅહીં હેડ ક્વોર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ જાહેર કરેલા મેન્સ ટી-20 માટેના નવા બેટિંગ-રેન્કિંગ માં શ્રેયસ ઐયરે ત્રણ ક્રમની છલાંગ લગાવીને ચોથું સ્થાન…

 

દુબઈમાંઅહીં હેડ ક્વોર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ જાહેર કરેલા મેન્સ ટી-20 માટેના નવા બેટિંગ-રેન્કિંગ માં શ્રેયસ ઐયરે ત્રણ ક્રમની છલાંગ લગાવીને ચોથું સ્થાન મેળવ્યું છે અને એ સાથે ટોચના ચાર ક્રમમાં ત્રણ ભારતના ખેલાડી છે. તિલક વર્મા નવમા ક્રમે છે. શ્રેયસ હવે પ્રથમ ક્રમના ઇશાન કિશન બીજા ક્રમના અભિષેક શર્મા સાથે ટોપ-ફોરમાં જોડાયો છે.

પાકિસ્તાનનો નવો કેપ્ટન સાહિબઝાદા ફરહાન ત્રીજા નંબરે છે.શ્રેયસને તાજેતરમાં જ ફટકારેલી ટી-20 ઇન્ટરનેશનલની સૌપ્રથમ સેન્ચુરી ફળી છે. તેણે પહેલી વખત ટી-20માં ચોથું સ્થાન મેળવ્યું છે. ટી-20ના બોલર્સમાં વરુણ ચક્રવર્તી હજીયે નંબર-વન છે. તેના 771 રેટિંગથી અફઘાનિસ્તાનનો રાશીદ ખાન 753 રેટિંગ સાથે ઘણો દૂર છે. હાર્દિક પંડ્યા ટી-20ના ઑલરાઉન્ડર્સમાં નંબર-ટૂ છે, જ્યારે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા અવ્વલ સ્થાને છે. દરમ્યાન, ભારતીયોની જ વાત કરીએ તો ટેસ્ટના બોલરોમાં જસપ્રીત બુમરાહે નંબર-વનની રેન્ક જાળવી રાખી છે, જ્યારે રવીન્દ્ર જાડેજા હજી પણ ટેસ્ટમાં નંબર-વન ઑલરાઉન્ડર છે.