Site icon Gujarat Mirror

કોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ રીપીટ નહીં કરતા નારાજ થયેલા ભાનુબેન અને તેના પતિ પ્રવીણ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે વોર્ડ નંબર 10માં આર.જે. આભાને કોંગ્રેસે ટિકિટ આપતા દિપક ગોઠવીએ રાજીનામુંધરી દીધું છે.

છેલ્લા કેટલાક સમયથી પ્રવીણ સોરાણીના તેવર બદલાયેલા હતા અને કોંગ્રેસની મજબૂરી બની ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે સંગઠન ચલાવવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત ભાજપ તરફ પણ સોરાણી સરકી રહ્યાની ચર્ચા ઉઠી હતી. છેલ્લે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે ભાનુબેન સોરાણીની વોર્ડ નંબર 15 માં ટિકિટ નહીં આપતા અંતે આજે ભાનુબેન અને પ્રવીણભાઈ બંનેએ રાજીનામાં ધરી દીધા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 10 માં આર.જે. આભાને ટિકિટ મળતા પ્રમુખ દીપક ગોઠવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

Exit mobile version