Site icon Gujarat Mirror

કલાકારો દ્વારા હાસ્યનો ‘એન્જોયગ્રાફી હાઉસફુલ’ કાર્યક્રમ

શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના સાંઇરામ દવે દ્વારા બીજી પેઢીના નવીનતમ પ્રયાસને બિરદાવવા સાંજે પ્રિમીયર શો

ગુજરાત મિરરની મુલાકાતે આવેલા ઉભરતા હાસ્ય કલાકારો ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને તરૂણ કાટબામણાએ જણાવ્યુ હતુ કે , આ અઢી કલાકનો સ્ક્રીપ્ટેડ શો છે જેમા હાસ્ય કવિતા, હાસ્યલેખ, હાસ્ય કલાકારોના પ્રસંગો, લઘુવાર્તા , ફની ઇન્ટરવ્યુ વિગેરે જેવા અલગ અલગ કોમેડીના આયામ રજુ કરવામા આવશે.
તેમણે જણાવ્યુ હતુ કે સાંઇરામ જેવા કોઇ કલાકાર દ્વારા ઉભરતા કલાકારો માટે કાર્યક્રમ યોજાતો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને તેથી આ કાર્યક્રમનુ મહત્વ વધી જાય છે.

સ્ટ્રેસમા જીવતા લોકોને હળવા ફૂલ રાખવા એક સંવેદનશીલ પ્રયોગ એન્જોયગ્રાફી આજે રાજકોટ ખાતે યોજાશે. સાંઈરામ દવેનું શ્રી સાંઈલક્ષ્મી કાઉન્ડેશન હંમેશાથી શિક્ષણ અને સંગીતને લઈને કંઇક નવિનતમ પ્રયોગો રાજકોટની કલાપ્રેમી જનતા માટે કરતા આવ્યા છે. જે પૈકી આજે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે હાસ્યકલાકાર ગુણવંત યુડાસમા, મિલન ત્રિવેદી અને તરુણ કાટબામણા દ્વારા હાસ્ય અને સંવેદના સભર એક ખાસ કાર્યક્રમ યોજાશે. એન્જોયગ્રાફી એક નવિનતમ પ્રયોગ છે.

પારિવારિક હાસ્ય અને સાહિત્ય સાથેનો જે સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે તે પહેલા રાજકોટમાં ખાસ તેનો પ્રીમીયર શો યોજવામાં આવશે. સામાન્ય રીતે એક જ વ્યવસાયમાં રહેતા લોકો પોતાને એક બીજાના પ્રતિસ્પર્ધી ગણતા હોય છે ત્યારે હાસ્યકલાકાર સાંઈરામ દવે દ્વારા હાસ્યની બીજી પેઢી સમાન આ ત્રણેય કલાકારોના આ નવિનતમ પ્રયોગને બિરદાવવા માટે એક ખાસ પ્રિમીયર શોની હાકલ કરવામાં આવી છે. આ કાર્યક્રમની જાહેરાત કરતાની સાથે જ 48 કલાકમાં આ સમગ્ર કાર્યક્રમ હાઉસ ફૂલ થઇ ગયો છે, શ્રી સાઈલક્ષ્મી ફાઉન્ડેશન આ પહેલા બાલગીત, હાલરડા, છંદોત્સવ, ક કેળવણીનો ક, ભાષાનું ભાવિ, ધ લો ઓફ પેરેન્ટીંગ, જેવા અનેક વિષયો પર નિશુલ્ક વિશિષ્ટ કાર્યક્રમો આપી યુક્યું છે. આજના આ કાર્યક્રમમાં જેમને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ડીજીટલ પાસ મળ્યો હશે તેમને જ એન્ટ્રી મળી શકશે જેની ખાસ નોંધ લેવી. ડીજીટલ પાસ એન્ટ્રી ગેટ પર બતાવ્યા બાદ જ કાર્યક્રમમાં એન્ટ્રી મળશે.

Exit mobile version