પુત્ર બે મહિના પહેલા દારૂની ખેપમાં પકડાયો’તો, માતા બન્યા વિપક્ષી નેતા

રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષ ફરી એક વખત મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન…

રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષ ફરી એક વખત મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન સોલંકીની પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. વિવાદનું મુખ્ય કારણ દીપ્તીબેન સોલંકીના પુત્ર ઓમ સામે હજુ ત્રણ મહિના પહેલાં જ 183 બોટલ વિદેશી દારૂૂની ખેપ મારતા રંગેહાથ પકડાયો હતો. આ અંગે પોલીસ ચોપડે સત્તાવાર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. કાયદાકીય કાર્યવાહી અને પોલીસ ચોપડે ચડી ચૂકેલા પુત્રના માતાને વિપક્ષી નેતા જેવા જવાબદાર પદ પર બેસાડવાના પક્ષના નિર્ણય સામે ખુદ કોંગ્રેસ પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં જ ગણગણાટ શરૂૂ થઈ ગયો છે.

પક્ષના જ કેટલાક અગ્રણીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જનતા અને મતદારો આવી સ્થિતિમાં આ નેતૃત્વને સ્વીકારશે? કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીના પુત્ર ઓમ ગત મે માસના અંતમાં દારૂૂની હેરાફેરી કરતો પકડાયો હતો. તેની પાસેથી 183 બોટલ મળી રૂૂ.1 લાખ 83 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. કોર્પોરેટર તરીકે ચૂંટાયાના ગણતરીના દિવસોમાં જ દિપ્તીબેન સોલંકી વિવાદમાં સપડાયા હતા. એ દરમિયાન વિપક્ષી નેતા તરીકેની તેમની પસંદગીએ ચર્ચા જગાવી છે.

બીજીબાજુ રાજકોટ મહાનગરપાલિકાના પરિસરમાં પણ કોંગ્રેસ માટે સ્થિતિ સાનુકૂળ દેખાતી નથી. પાર્ટીએ ભલે પોતાના સ્તરે વિપક્ષી નેતાની પસંદગી કરી લીધી હોય, પરંતુ મહાનગર પાલિકામાં કોંગ્રેસ પાસે જરૂૂરી અપૂરતું સંખ્યાબળ હોવાને કારણે નિયમાનુસાર તેમને વિપક્ષનું સત્તાવાર કાર્યાલય (ઓફિસ) મળવાની શક્યતાઓ નહિવત છે.