સાઉથ આફ્રિકાના પિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ યુનિફોર્મમાં ઉભેલા શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકી હતી. વેપારી કારમાંથી નીચે ઉતરતા જ તેમને બીજી કારમાં જબરદસ્તી બેસાડી લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, આસિફ ઘાસીયા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં ઉભેલા શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકી હતી. આસિફ કારમાંથી નીચે ઉતર્યા તે સાથે જ આરોપીઓએ તેમને કિડનેપ કરી લીધા હતા. આરોપીઓ બે અલગ-અલગ કારમાં આવ્યા હતા. કુલ 7 સશસ્ત્ર શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ આસિફને બીજી કારમાં જબરદસ્તી બેસાડી લઈ જવામાં આવ્યા હતા.
જંબુસરના વેપારીના અપહરણના બનાવથી સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પોલીસના વેશમાં આવેલા શખ્સો દ્વારા ચેકિંગના બહાને વેપારીને ઉઠાવી જવામાં આવતા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આસિફ ઘાસીયાના પરિવારજનો હાલ ચિંતામાં છે. પરિવાર દ્વારા ભારત સરકારને સમગ્ર મામલે મદદ કરવા અને વેપારીને સુરક્ષિત પરત લાવવા માટે જરૂૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આસિફની સુરક્ષિત વાપસી માટે પરિવારજનો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
