Site icon Gujarat Mirror

કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ફડાકા મારતા પુત્રએ ઝેર ગટગટાવ્યું

oplus_2097184

 

શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ફડાકા મારતાં લાગી આવવાથી પુત્રએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, વેલનાથપરામાં રહેતાં મહેશ જીતુભાઈ ડાભી (ઉ.18) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહેશ ત્રણ ભાઈમાં નાનો અને ભંગારની ફેરી કરતો હોય છેલ્લા કેટલાક દિવસથી કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા જીતુભાઈએ ઠપકો આપી બે ફડાકા મારી લીધા હતાં. જેથી પિતાએ માર મારતાં મહેશને લાગી આવ્યું હતું અને તેને ઝેરી દવા પી લીધાનું જાણવા મળ્યું છે.

Exit mobile version