Site icon Gujarat Mirror

થોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલો

દીકરીને હેરાન કરતા હોવાથી સમજાવવા જતા માર માર્યો

થોરાળા વિસ્તારમાં રહેતી દિકરીને પતિ હેરાન કરતો હોવાથી સમજાવવા જતા જમાઇને સસરા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરી મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડામાં મહાકાળી ચોક પાસે રહેતા નિર્મલભાઇ છગનભાઇ ગોંડલિયા (ઉ.વ.46) નામના આધેડ આજે સવારે થોરાળા પોલીસ સ્ટેશન સામે ભંગાર બજારમાં હતા ત્યારે તેના જમાઇ કરણ કિશોરભાઇ મેસવાણીયાએ લોખંડના પાઇપથી હુમલો કરતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં નિર્મલભાઇની પુત્રી હેતલને તેનો પતિ કરણ હેરાન કરતો હોય જેથી પુત્રીને હેરાન ન કરવા સમજાવવા જતા જમાઇએ હુમલો કરી માર માર્યો હતો. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version