માલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ

  રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 45 હજારના વિદેશી દારૂૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી. માલીયાસણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં રહેલા ક્રાઈમ…

 

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 45 હજારના વિદેશી દારૂૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી.

માલીયાસણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં રહેલા ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ અનીલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને મળેલ સંયુકત બાતમી આધારે જામનગરના પ્રણામી ટાઉનશીપ -3 મકાન નં- 17 હર્ષદ મીલની ચાલી પાછળ રહેતા રાજભા જબરસિંહ રાઠોડ (ઉવ.20)ને 45 હજારની કિમતની 282 બોટલ સાથે ઝડપી લીધો હતો.

રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા,પી.આઈ એમ.એલ.ડામોરની સુચના થી પી.એસ.આઈ એ.એસ.ગરચરની ટીમે કામગીરી કરી હતી.