પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ

એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણી વિવાહના…

એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો

માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં પએક ભારત, શ્રેષ્ઠ ભારતથની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું કે, મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મનપાંચમનો મેળા તરીકે ઓળખાતા ઉત્સવો અને લોકમેળાઓનું અનોખું મહાત્મ્ય રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાંટના મેળા સહિત રાજ્યમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2023થી માધવપુરનો મેળો ચાર દિવસના બદલે પાંચ દિવસ સુધી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે એક તારીખથી સુરત, અમદાવાદ, વડોદરા અને આજે ગીર સોમનાથ ખાતે પ્રી-ઈવેન્ટના ભાગરૂૂપે પૂર્વની સંસ્કૃતિનું પશ્ચિમની સંસ્કૃતિ સાથે ઐક્ય સધાય એ રીતે નૃત્ય, સંગીત દ્વારા જોડવાનો પ્રયત્ન કર્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણીના મંગલ પરિણયના સ્થાન એવા માધવપુર ખાતે આવતીકાલે આ ભવ્ય લોકમેળાની શરૂૂઆત થવાની છે. ચાર દિવસ મેળો ચાલ્યા બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે ભગવાનનું સત્કાર મહોત્સવ ફરી યોજાવાનો છે. આ સિવાય માધવપુર ખાતે ઉત્તર ભારતની ખાણીપીણી, પહેરવેશ અને કલાકૃતિઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે.

તેમ જણાવી મંત્રીએ આવતીકાલથી શરૂૂ થનાર આ ભવ્ય લોકમેળામાં પધારવા રાજ્ય સરકાર વતી જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પ્રવાસન વિભાગના સહયોગથી માધવપુરના મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂૂપે આ કાર્યક્રમ કરવાનું સૌભાગ્ય ગીર સોમનાથ જિલ્લાને મળ્યું તે માટે વહીવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી આ કાર્યક્રમથી સ્થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે અને તેમની કલાને પ્રદર્શન કરવાની તક મળશે એમ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે યોજાયેલા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકથી એક ચઢિયાતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતાં.

એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઉઠ્યું હતું. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો; અરૂૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 એમ કુલ 400 કલાકારોએ કલાના કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યા હતાં. આ અવસરે જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણાએ આભારવિધિ કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ઝવેરીભાઈ ઠકરાર, ડો. સંજયભાઈ પરમાર, અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રુક્મિણી હરણના તાદ્રશ્ય દૃશ્યોએ લોકોનું મન હર્યું
ઢળતી સાંજે સોમનાથ પરિસરની ચોપાટી પાસે પ્રાંગણમાં નએક ભારત, શ્રેષ્ઠ ભારતથની થીમ સાથે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂૂક્મિણી હરણનું તાદ્રશ્ય વાતાવરણ ખડું થયું હતું. કલાકારોના પર્ફોર્મન્સ માટેના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ રંગબેરંગી સુશોભિત ઘોડા જોડેલા રથમાં રૂૂક્મિણીહરણ માટે પ્રવેશ કર્યો હતો અને સાક્ષાત વાસ્તવમાં વર્ષો પહેલા જે ઈતિહાસ નોંધાયો છે, તેનું યથચ્છ નિરૂૂપણ કરતા ભગવાન શ્રી કૃષ્ણએ રૂૂક્મિણીનું હરણ કરી પોતાની સાથે દ્વારકા નગરીમાં લઈ આવ્યાં હોય એવું જીવંત નિદર્શન કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત જનમેદનીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂૂક્મિણીના આ વિવાહની ગાથાને હર્ષભેર ચીચીયારીઓ વચ્ચે વધાવી લીધી હતી.