Site icon Gujarat Mirror

સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી

પોલીસ તંત્રને સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા કડક કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવતા 176 જેટલા પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તેમજ ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની ફરજ સ્થળ બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહી થી જિલ્લા પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા એલ સી બી તથા એસ ઓ જી બ્રાન્ચો માં પણ મોટા પાયે સાફસૂફી કરી કર્મચારીઓની બદલી કરેલ હોય ત્યારે એસ.પી. જયદીપસિંહ જાડેજા ની આ કડક કાર્યવાહી થી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કામગીરી માં બેદરકારી કે ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે.

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્ર વધુ સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે એસ.પી. જાડેજા મક્કમ વલણ સાથે આગળ વધી દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી અને એસ ઓ જી જેવા મહત્વપૂર્ણ બ્રાન્ચમાં પણ મોટી સાફસૂફી હાથ ધરવામાં આવી છે. આ પગલાને પોલીસ તંત્રમાં શિસ્ત અને જવાબદારી વધારવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. સાથે સાથે બેદરકાર કર્મચારીઓ માટે કડક સમયની ચેતવણી સમાન આ કાર્યવાહી બની છે.

Exit mobile version