ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર ડીઆરએમ દિનેશ વર્માજી ને સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. ના પ્રમુખ નિતિનભાઇ વોરા, જોઈન્ટ સેક્રેટરી કિશોર ભટ્ટ, મુકેશભાઈ ચોલેરા, દેવાંગભાઈ વોરા, મુંબઈ હરકિસન મહેતા મહુવા પ્રિતેશભાઈ નારોલા, ધીરૂૂભાઈ નારોલા, વિજયભાઈ બોસમિયા દામનગર, કિશોરભાઈ મકવાણા ઢસા જંકશન. વિનુભાઈ રાવળ સાવરકુંડલા, હિતેષભાઈ પારેખ સહિતનાએ મુલાકાત લઇ સૌરાષ્ટ્ર ને લગતા રેલ્વે પ્રશ્નોમાં નવી ટ્રેનો, બ્રિજ તેમજ મહુવા, મુંબઈ બાંદ્રા ટ્રેન દૈનિક કરવા, જનતાની સુવિધા અંગે મહુવા રેલવે બ્રિજ બનાવવા તેમજ ભાવનગર સુરત મંજુર થયેલ વંદે ભારત ટ્રેન ચાલુ કરવા, ભાવનગર ભુજ ટ્રેન ચાલુ કરવા, બોટાદ ભીમનાથ ધંધુકા ધોળકા અમદાવાદ રૂૂટ પર ટ્રેન ચલાવવા અને વચ્ચે આવતા પ્રસિદ્ધ અરણેજ મા બુટ ભવાની મંદિર શ્રી ગણેશજી મંદિર ગણપત પુરા ખાસ સ્ટોપેજ આપવા રજૂઆત કરેલ આ ઉપરાંત સોમનાથ વેરાવળ અમદાવાદ મુંબઈ જતી આવતી ટ્રેનો ને ચોરવાડ સ્ટોપેજ આપવા, સોમનાથ હરિદ્વાર ની ટ્રેન આપવા પણ ચર્ચા કરેલ હતા. ડી.આર.એમ. દિનેશ વર્મા એ રજુ કરેલ તમામ પ્રશ્નો સાંભળી યોગ્ય કરવા તેમજ બોર્ડ ને નવી ટ્રેનો માટે દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
સોમનાથ વેરાવળથી અમદાવાદ, મુંબઇ જતી ટ્રેનને ચોરવાડ સ્ટોપેજ આપવા માંગ

