ભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે ભાણવડ પંથકમાં દેશી દારૂૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા સવા સાત…

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે ભાણવડ પંથકમાં દેશી દારૂૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા સવા સાત લાખ જેટલા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પાંચ શખ્સો ફરાર જાહેર થયા છે.

સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની ટીમ દ્વારા શનિવારે ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામેથી પસાર થતી સફેદ કલરની જી.જે. 12 ડી.એ. 7741 નંબરની એક ક્રેટા મોટરકારમાં મોરઝર ગામ બાજુથી શેઢાખાઈ ગામે આવી રહેલા કેશુ ઉર્ફે કિશન કમાભાઈ મોરી (રહે. હાલ પાછતર, મૂળ રહે. ટીંબડી, ભાણવડ) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ મોટરકારમાં ચેકિંગ કરવામાં આવતા આ કારમાંથી રૂૂપિયા 1.40 લાખની કિંમતનો 700 લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂ. ત્રણ લાખની કિંમતની ક્રેટા મોટરકાર સહિત કુલ રૂૂપિયા 4,40,500 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી કેશુ ઉર્ફે કિશન મોરીની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં પાછતર ગામનો વિનુ ટપુભાઈ મોરી અને લાલપુર તાલુકાના પીપળી ગામનો ધંધાભા દેવદાસ ગુજરીયા નામના બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે શેઢાખાઈ ગામ પાસેથી જી.જે. 10 ડી.એ. 7249 નંબરની ઈક્કો મોટરકારમાંથી રૂૂ. 80,000 ની કિંમતના 400 લીટર દેશી દારૂૂના જથ્થા સાથે લાલપુર તાલુકાના ધારાનગર વિસ્તારમાં રહેતા ફઝલ હુસેન ઘાવડા નામના શખ્સની અટકાયત કરી, રૂૂ. 2,00,000 ની કિંમતની ઈક્કો મોટરકાર સહિત કુલ રૂૂ. 2,85,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં જામનગરનો હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા, નાજીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા અને એક અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.