ગુજરાત

ધ્રોલની નીલકંઠ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.1.80 લાખની મતા ઉસેડી ગયા

Published

on

સીસી કેમેરામાં 4 ચડ્ડી બનિયાનધારી દેખાતા પોલીસે શરૂ કરી તપાસ

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના મોટા ઇટાળા ગામના વતની કે જે ગામના વતની કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે, જેમના પાડોશી ખેડૂત ના ધ્રોળમાં આવેલા બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા 1 લાખ 80 હજારની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર ચડ્ડી બનીયનધારી શખ્સો ની ટોળકી નજરે પડી હોવાથી તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના વતન મોટા ઈટાળા ગામના વતની વિજયભાઈ વલ્લભભાઈ મુંગરા નામના 42 વર્ષના ખેડૂત યુવાન કે જેમનું મકાન હાલ ધ્રોળ માં નીલકંઠ પાર્ક સોસાયટીમાં આવેલું છે, જયારે મોટા ઈટાળા ગામમાં ખેતીવાડી ધરાવે છે.તેઓ ગત 18મી તારીખે ધ્રોળનું મકાન બંધ રાખીને મોટાઈટાળા ગામે ગયા હતા. દરમિયાન પાછળથી તેમના બંધ મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લઈ દરવાજાનો નકુચો અને તાળા તોડીને અંદર ઘુસી ગયા હતા.


ત્યાં તસ્કરો એ કબાટના દરવાજા નો લોક તોડી તિજોરીમાંથી રૂૂપિયા 20,000 ની રકમ ઉપરાંત જુદા જુદા સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા 1,80,400 ની માલમતા ઉઠાવી ગયા હતા. જે બનાવ બાબતે ખેડૂત વિજયભાઈએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળના પી.એસ.આઇ પી જી પનારા હબનાવના સ્થળે દોડી ગયા હતા અને મકાનની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા એક સીસીટીવી કેમેરા ના ફૂટેજ માં ચાર ચડ્ડી બનીયાન ટોળકીના સભ્યો દેખાયા હોવાથી પોલીસે તેઓને શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version