rajkot

ચોટીલા નજીકના ચાણપા પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર, ટ્રાન્સફોર્મર તસ્કરો ઉઠાવી ગયા

Published

on

ચોટીલા રાજકોટ હાઇવે ઉપર ચાણપા બોર્ડ નજીક આવેલ પાણી પુરવઠા વિભાગના સંમ્પ ઉપર રાત્રીના કોઇ અજાણ્યા ઇસમોએ 5 લાખ થી વધુના વાયર અને ટ્રાન્સફોર્મર ની ચોરી થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પોલીસ સરકીટ હાઉસ થી થોડે આગળ રાજકોટ હાઇવે ઉપર પાણી પુરવઠા વિભાગનો સંમ્પ અને પંમ્પીંગ સ્ટેશન આવેલ છે ગત તા. 9 ની રાત્રીના 12 વાગ્યાનાં અરસામાં કામ કરતા ચોકીદાર ગોવીંદભાઇ માલકીયા અને દિનેશભાઇ ઝાપડીયા એ મીટર રીડર ફ્લો રીડીંગ લખીને જુના પંપીંગ સ્ટેશનમાં સુઇ ગયેલા સવારે જાગી દરવાજો ખોલી જોયું તો ચાલુ ટ્રાન્સફોર્મર ખુલ્લુ પડેલ હતું જેથી ના. કા. ઇ ને જાણ કરતા તેઓએ જવાબદાર એવા અમદાવાદની હરી પ્રસાદ ક્ધસ્ટ્રક્શન કંપનીના પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ પરમારને જાણ કરતા ચોટીલા દોડી આવેલ હતા અને ચોટીલા પોલીસમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધાવ્યો હતો
ફરિયાદી એ જણાવ્યાં મુજબ તસ્કરો 2010 ની બનાવટનું આશરે 600 કીલો વજન ધરાવતું ટ્રાન્સફોર્મર તેમજ નવા ટ્રાન્સફોર્મર માંથી 1200 કીલો કોપર વાયર તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 5.15.000 ના મુદ્દામાલ ની ચોરી કરી ગયેલ છે.
જે સ્થળે ચોરીનો બનાવ બનેલ છે તે ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ પોલીસ સરકીટ હાઉસ થી થોડે જ દૂર આવેલ છે તેમજ સતત ધમધમતા હાઇવે ઉપર છે અને કહેવાય છે કે સતત પેટ્રોલીંગ પણ પોલીસ વાન કરતી હોય છે ત્યારે તસ્કરોએ પાણીના પંપીંગ સ્ટેશન ને નિશાન બનાવી પાંચ લાખથી વધુનાં મુદ્દામાલની કોઇ વાહાન સાથે સર સરંજામ સાથે આવી ચોરી કરી જતા રહેતા પંથકમાં ચકચાર જગાવી છે
ફરિયાદ ની વિગતો અને જણાવેલ ઘટનાક્રમ ઉપર થી તસ્કરો એક કરતા વધુ હોવાનું અનુમાન છે ત્યારે આ ચોરીને કારણે ચોટીલા શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય થતા પિવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા ને અસર પહોચવાની પણ શક્યતા છે. હાલ પાચ લાખ થી વધુના મુદ્દામાલ ની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવો ચોટીલા અને ઝાલાવાડ પોલીસ માટે પડકારજનક બનેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version