Site icon Gujarat Mirror

ઘંટેશ્ર્વર SRP કેમ્પમાં પરિવારનો ઉંઘતો રાખી તસ્કરોની 6.14 લાખ મતાની ચોરી

શહેરનાં જામનગર રોડ પર આવેલા એસઆરપી કેમ્પમા રહેતા પોલીસ મેનનાં પરીવારને ઉંઘતો રાખી તસ્કરો મકાનનાં તાળા તોડી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહીત 6.14 લાખની ચોરી કર્યાની ફરીયાદ યુનીવર્સીટી પોલીસ મથકમા નોંધવામા આવી છે આ ઘટનામા તસ્કરની શોધખોળ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ એસઆરપી કેમ્પ બ્લોક નં 38 રૂમ 445 મા રહેતા અને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પીટલમા ફાર્મસી વિભાગમા નોકરી કરતા નીતીન વીરજીભાઇ સરવૈયા (ઉ.વ. ર9 ) પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇ તા. 20 નાં રોજ તેઓ ગોકુલ હોસ્પીટલ ખાતે નોકરીએ ગયા હતા અને તેમનો ભાઇ ભાર્ગવ તા. 19 નાં રોજ રાત્રીનાં સમયે દ્વારકા ગયો હતો આ સમયે તેમનાં ઘરે માતા-પિતા, બહેન તેમજ પત્ની અને પુત્ર હાજર હતા . ત્યારબાદ નીતીનભાઇ નોકરી પુરી કરી સાડા નવેક વાગ્યે પોતાનાં ઘરે પહોંચતા તેમનાં માતાએ જણાવ્યુ હતુ કે ગઇકાલે રાત્રીનાં સમયે કવાટરમા કબાટની તીજોરીમા સોના અને ચાંદીનાં દાગીના અને રોકડ રકમ તેમજ ઘરવખરીનો સામાન રાખ્યો હતો તે કવાટરમા તાળુ મારી દીધુ હતુ અને પરીવારજનો ઉપરનાં માળે અન્ય કવાટર નં 449 મા જઇ સુઇ ગયા હતા.

ત્યારબાદ સવારે નવેક વાગ્યે જાગીને 445 નંબરનાં કવાટરમા જઇને જોયુ તો ત્યા તાળુ તુટેલી હાલતમા હતુ અને કબાટમા રહેલો સામાન વેર વીખેર હતો . કબાટમા રાખેલો સોનાનો એક પેંડલ સેટ જેની કીંમત રૂ. 1.75 લાખ થાય તેમજ બો જોડી બુટી જુમરવાળી, બે વીટી , સોનાનાં નાકનાં દાણા 4, 1 જોડી ચાંદીનાં સાકળા, ચાંદીનાં ગણપતીજીની અને લક્ષ્મીજીની મુર્તી તેમજ બે ચાંદીના સીકકા અને રોકડ રૂ. 12 હજાર આમ કુલ રૂ. 6.14 લાખની માલમતા ગણાય જે જોવામા આવી ન હતી . આ મામલે યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરને ઝડપી લેવા તજવીજ શરુ કરી છે.
પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે નજીકનાં સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરનુ પગેરુ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.

Exit mobile version