મોરબીના ધુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, 8 ખેડૂતોના કેબલની ચોરી

ટંકારાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી પાણી ખેંચવાની મોટરોના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 જેટલા સ્થાનિક…

ટંકારાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી પાણી ખેંચવાની મોટરોના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 જેટલા સ્થાનિક ખેડૂતોની મોટરના આશરે 150 ફૂટ લાંબા કોપરના કેબલ, વજન આશરે 20 કિલો કિંમત રૂૂ 6,000 નો કોઈ અજાણ્યા તસ્કરો કાપીને ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (ઉ.વ.45) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આઠ જેટલા ખેડૂતના ઘુનડા (સ) ગામની સીમમા આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતુ તળાવમાં રહેલ મોટરના કોપર વાયર આશરે 150 ફૂટ જેનો આશરે વજન 20 કિ.ગ્રા. કિ રૂૂ-6000/ નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેલા ગામે દુકાનમાં ચોરી
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ખોડિયાર કોમ્પ્લેક્સમાં તસ્કરોએ શ્રી મેલડી કૃપા મોટર રીવાઇન્ડિંગ’ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ કોઈ વજનદાર વસ્તુ વડે દુકાનનું લોખંડનું શટર ઊંચું કર્યું હતું. તસ્કરો દુકાનમાંથી અંદાજે 100 કિલો કોપર વાયર, હાઇડ્રોલિક પુલર અને બેરિંગના કાર્ટન મળી કુલ રૂૂ. 1,42,000ની કિંમતી મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના પંચાસર નાની કેનાલ રોડ પર રહેતા અને મોટર રીવાઇન્ડીંગનુ કામ કરતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા(ઉ.વ. 30) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ખોખરા હનુમાન રોડ પર ખોડીયાર કોમ્પલેક્ષમા આવેલ શ્રી મેલડી કૃપા નામની મોટર રીવાઇન્ડીંગની દુકાનમાં મોડી રાતના સમયે પાંચેક અજાણ્યા ઇસમો ચેહેરા સ્પષ્ટ ન દેખાય તેવી રીતે આડશ બાંધી રાખી દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં ગુપ્ત અપપ્રવેશ કરી દુકાનમાં રહેલ વેસ્ટ કોપર તથા નવા જુના કોપર વાયર અંદાજે 100 કીલો કી.રૂૂ. 1,09,000/- તથા હાઇડ્રોલીંક પુલર કી.રૂૂ. 8000/- તથા નાની મોટી સાઇઝના એસ.એસ.ના બરેીંગ પાંચ કાર્ટન જેની કી.રૂૂ 25000/- ગણી કુલ.રૂૂ. 1,42, 800/- ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવી છે.

પેપરરોલ પડતા શ્રમિકનું મૃત્યુ
રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં વજનદાર પેપરરોલ ઉતારતી વખતે પેપરરોલ માથે પડતા ગંભીર ઈજા પહોંચતા 21 વર્ષીય શ્રમિક યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ઓરા પ્રિન્ટ પેક કારખાનાની લેબર કોલોનીમાં રહીને કામ કરતા સુરજ રાજુ ભીલાડા (ઉ.વ.21) નામના યુવાન ગત તા. 26 ના રોજ રાત્રીના નવેક વાગ્યે કારખાનામાં રોલ ઉતારવાનું કામ કરતા હતા અને વજનદાર પેપરરોલ શરીર પર પડતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.