જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઇન્દિરા સોસાયટીમાં એક બુઝુર્ગે બીમારી થી કંટાળી જઈ આપઘાત કરીલીધા નું સામે આવ્યું છે. આ અંગે મૃતકના સંબંધી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જામ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ નવાગામ ઘેડ, શેરી નં. 7/બી ખાતે રહેતા વિનુભાઈ વશરામભાઈ ટંકારિયા (ઉંમર આશરે 63 વર્ષ) પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એકલા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે રવિભાઈ મનશુખભાઈ ટંકારિયાએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકે ગળા ફાંસા દ્વારા આપઘાત નું પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક કોઈ બીમારીથી પરેશાન હોવાથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
બનાવ અંગે જામ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.)ની કલમ 194 હેઠળ અકસ્માત મોત નં. 31/2026 નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મોટા વડિયા ગામે યુવકે ગળેફાંસો ખાધો
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) કલમ-194 હેઠળ આકસ્મિક મૃત્યુ નો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તા. 26/06/2026ના રોજ સાંજે આશરે 7:00 વાગ્યે જામજોધપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા મોટા વડીયા ગામે હેમંતભાઈ સીદાભાઈ કરંગિયાએ પોતાના રહેણાંક મકાનમાં હિંડોળાના હૂક સાથે દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. બનાવ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે તેમના પિતા સીદાભાઈ સામતભાઈ કરંગિયાએ જાણ કરતાં જામજોધપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-194 મુજબ અકસ્માત મોતની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. આ બનાવની વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર એલ.આર. ચાવડા ચલાવી રહ્યા છે.
