Site icon Gujarat Mirror

કચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડ

કચ્છના અંજારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની દેશી દારૂના અડ્ડા ઉપર દરરોડો પાડી રૂા. 1.89 લાખના મુદ્દમાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ મામલે અંજાર પોલીસ મથકમાં ગુનો નોંધી સ્થાનિક પોલીસેન તપાસ સોંપવામાં આવી છે. મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઈ.જી. નિર્લિપ્તરાયના માર્ગ દર્શન હેઠળ ડિવાયએસપી કે.ટી. કામરિયા અને તેમની ટીમે કચ્છના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીડીમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડ્યો હતો. જ્યાંથી 2200 લિટર આથો તથા 280 લીટર દેશી દારૂ તેમજ 11 બેરલ સહિત રૂા. 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂ બનાવનાર સલીમ જુમા શેખ તથા ઈકબાલ જાનમમદ શેક અને અમરસિંગ નયનભાઈ પારઘીની ધરપકડ કરી હતી. આ દરોડામાં સુત્રધાર કાસમ અદ્રેમાન શેક ભાગી છુટ્યો હતો. સ્ટેટમોનીટરીંગ સેલના પીએસઆઈ જી.આર. રબારી અને તેમની ટીમે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


સ્ટેટમોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનિક અંજાર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના અંજારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય જે અંગેની બાતમી સ્ટેટમોનીટરીંગ સેલને મળતા કચ્છમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીની ટીમે સૌરાષ્ટ્રબાદ કચ્છમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ ઉપર ધોસ બોલાવવાનો શરૂ કરતા સ્થાનિક પોલીસમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version