Site icon Gujarat Mirror

વેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગ

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શીબીરમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની અધ્યક્ષતામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવકોની મિટિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ જેમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન રાજેશભાઈ સિકોતરીયા, બાંધકામશાખાના ચેરમેન દિક્ષિતાબેન અંકુરભાઈ અઢિયા, પૂર્વ પ્રમખુ પિયુષભાઈ ફોફંડી સહિતના સાથે વિકાસના કામો વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાયેલ હતી.

આ તકે દિક્ષિતાબેન અઢિયા દ્વારા વેરાવળ નમસ્તે થી શંખસર્કલ સુધી બનવા જનાર ફોર લેન રોડના કામ માટે વધારાની રકમ માટે વિશેષ માંગણીને મુખ્યમંત્રી સ્વીકારી ફાળવી આપવા ખાત્રી આપી હતી તેમજ શહેરને સ્વચ્છ બનાવવાવ વધુ માં વધુ ધ્યાન આપવવા ટકોર કરેલ હતી. આ મીટિંગમાં નગરસેવક બાદલભાઈ હુંબલ, પ્રતિનિધિ જયદેવભાઈ જાની, અંકુરભાઈ અઢિયા, કિશનભાઈ જેઠવા, જયેશભાઈ કાળુભાઈ સહિતના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ને પુષ્પગુચ્છ તેમજ શાલઓઢાળી સન્માનીત કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Exit mobile version