કચ્છ
કચ્છમાંથી નકલી ક્લિનિકમાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરતાં 3 ઝડપાયા
ગુજરાત મિરર, ભુજ તા. 27
ભુજના માધાપર ગામે આવેલા આરતી ક્લિનિક નામના દવાખાનામાં એલસીબીએ દરોડો પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબ અને મેડિકલ ચલાવતા બે ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી માટે માધાપર પોલીસ મથકના હવાલે કર્યા હતા. પટેલ ચોવીસીના સમૃદ્ધ ગામ માધાપરમાં બોગ આ અંગે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા બહાર પડાયેલી વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને મળેલી ખાનગી રાહે બાતમીના આધારે ભુજ તાલુકાના માધાપર નવાવાસ સ્થિત પટેલ ઈગ્લીશ સ્કુલ નજીકમાં આવેલા આરતી ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાં માધાપરના હર્ષલપાર્ક- ગ્રીન સીટી સોસાયટી, નવાવાસ રહેતો ડોક્ટર જગદીશ રાજારામ પટેલ રહે બોગસ સર્ટીના આધારે દવાખાનું ચલાવતો જણાઈ આવ્યો હતો. તેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોક્ટરની ડીગ્રી તેમજ લાયસન્સ ના હોવા છતાં પ્રેક્ટ્રીસ કરી માધાપર વિસ્તારના દર્દીઓને તેઓના દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ આપવાનું તથા ઈજેકશન આપવાનું તેમજ બાટલા ચડાવવાનું, દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી લેબોરેટરીમાં મોકલવાનું કૃત્ય કરતો હતો. આરોપીઓ ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા હતા.
એલસીબીએ 34 વર્ષીય બોગસ તબીબ જગદીશ રાજારામ પટેલની પૂછપરછ કરતા દર્દીઓને દવા આપતા સાથેના મેડિકલ ચલાવતા ઈસમોના નામ ખુલ્યા હતા, તેમાં નઈમ આલમ સમા, ઉ.વ.26 રહે. સેજવાળા માતમ, અપનાનગર-1 ભુજ અને મહેન્દ્રભાઈ જગદિશભાઈ પટેલ ઉ.વ.26 રહે. મકાન નંબર- 11-બી, ગ્રીન સીટી, નવાવાસ માધાપર તા.ભુજની પણ અટકાયત કરી લઈ વધુ તપાસ માટે પોલીસ મથકના હવાલે કર્યા હતા. સંપૂર્ણ કાર્યવાહી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ પુરોહિત, મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ તથા તાલુકા હેલ્થ અધિકારી તાલુકા પંચાયત ભુજની કચેરીના ડોકટર યશપાલ સોમાભાઈ મેતીયા, મેડીકલ ઓફિસર, પી.એચ.સી.માધાપર વાળાઓ હાજર રહ્યા હતા.