rajkot

રાજકોટ-જામનગરમાં ડિસેમ્બરના અંતથી લગાવાશે સ્માર્ટ વીજમીટર

Published

on

વિજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટ અને ગુજરાતમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ મહિનાના અંતે અને 2024ના વર્ષેથી કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 23.66 લાખ સ્માર્ટ વિજમીટર જાન્યુઆરી 2025 સુધીમાં લગાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. (રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ પીજીવીસીએલના વિજગ્રાહકો ખેતીવાડી તથા ભારે દબાણના વિજગ્રાહકો સિવાયના)ના વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી વિજગ્રાહકો પોતાની જરૂૂરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. આમ ગ્રાહકોની સુખાકારીમાં વધારો થશે. વધુમાં પીજીવીસીએલનાં કર્મયા2ીઓને મીટર રીડીંગ માટે વખતો વખત રૂૂબરૂૂ જવાની જરૂૂરીયાત રહેશે નહિ જેથી સમયનો પણ બચાવ થશે.
આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના RECPDC (આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ ક્ધસલટન્સી લિમીટેડ) વિભાગને નિયુક્ત કરવામાં આવેલ છે. પીજીવીસીએલના 55,83,000 વિજગ્રાહકોના (કુલ રૂૂપીયા 3600 કરોડના ખર્ચથી) વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર, બે તબક્કામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત સૌ પ્રથમ પાઈલોટ ટાઉન તરીકે મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી-રાજકોટથી મીટર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જામનગર સીટી ડીવીઝનનાં સેન્ટ્રલ ઝોન સબડીવીઝનમાં મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબકકામાં જાન્યુઆરી-2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવામાં આવશે.
આ મીટરો સરકારી વિજજોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔધોગિક વિજજોડાણો, વાણિજ્યક વિજજોડાણો તેમજ ઘરવપરાશના વિજજોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં રીચાર્જ પ્રક્રીયા મોબાઈલ ના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચુકવણી ના બદલે જરૂૂરિયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચુકવણી થઇ શકશે. જો કોઈ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રી ના પૂરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રી ના વીજળી વગર રેહવું નહી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version