ક્રાઇમ
નગર પીપળિયા નજીક કંપનીની ઓરડીમાં નિદ્રાધીન શ્રમિક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો
કાલાવડના નગર પીપળીયા નજીક કંપનીની ઓરડીમાં નિંદ્રાધીન શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથીયારથી હુમલો કર્યો હતો. સવારે લોહીલુહાણ હાલતમાં મળી આવતા અન્ય શ્રમિકોએ યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઝારખંડનો વતની અને હાલ કાલાવડના નગરપીપળીયા ગામના પાટીયા પાસે આવેલી સિલ્વર ટેક કંપનીમાં કા કરતો પવનકુમાર ઠકકરભાઇ દાસ (ઉ.27) નામનો યુવાન ગઇકાલે રાતે કંપનીની ઓરડીમાં સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ નિંદ્રાધીન યુવાન ઉપર તિક્ષણ હથીયારથી હુમલો કરી ગળાના ભાગેઅ ને પીઠના ભાગે ઇજા કરી હતી. સવારે અન્ય શ્રમિકો જાગ્યા ત્યારે પવનકુમાર લોહીલુહાણ હાલતમાં પડેલો હોય જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કાલાવડ પોલીસને જાણ કરતા પોલસે વધુ તપાસ હાથ ધરી છે.