ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના

ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ…

ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ભાવનગરથી અલંગ જતી બોલેરો કાર પૂરપાટ ઝડપે ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં છ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત તેમજ જ્યારે એક યુવકનું સારવારમાં મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. જો કે, ગાંધીનગરથી અલંગ ખાતે લોખંડની પ્લેટ ભરવા જઇ રહેલા ટ્રેલરની પાછળ અલંગ જતા સાત કર્મચારીઓની કાર ઘુસી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ન્યાયિક તપાસ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં તળાજા ડિવાયએસપી નકુમ, તળાજા પીઆઈ ચાવડા અને અલંગ પીઆઈ દેસાઈ, આર.ટી.ઓ. તેમજ એફ.એન.એલ.ના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

નેશનલ હાઇવે ઉપર ટ્રેલરની પાછળ ભાવનગરથી અલંગ જતી કાર પૂરપાટ ઝડપે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેલરના પાછળના બંન્ને વ્હિલ ટ્રેલરથી અલગ પડી ગયા હતા. ભાવનગરથી રોજ પેટીયું રળવા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના પ્લોટમાં નોકરી કરતા સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું હતું. ટ્રેલર ચાલક પવન રાઠોડે સવારના સુમારે ચા-પાણી પીવા માટે ટ્રેલર સર્વિસ રોડમાં પાર્ક કરેલ હતું. પાર્કિંગ લાઇટ વિના પાર્ક કરેલા ટ્રેલર પાછળ કારનો અકસ્માત થતાં અલંગ પોલીસે ટ્રેલર ચાલકની અટક કરી છે.

સીસીટીવી ફૂટેજમાં બોલેરો ટ્રેલરની પાછળ અથડાતી હોવાનું સ્પષ્ટ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો આગળનો ભાગ ટ્રેલરની પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. આર ટીઓના પ્રાથમિક અહેવાલમાં પણ કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું નોંધાયું છે. સ્થળ પર કારના બ્રેક મારવાના કે સ્કિડ થવાના કોઈ સ્પષ્ટ નિશાન મળ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે. તમામ ઘટના સીસીટીવી કેદ થઇ હતી.

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાછે. કાર સ્પીડમા હતી. ત્રાપજ થઈને અલંગ જવાનું હતુતો કાર સર્વિસ રોડપર આવીકઈ રીતે?!.અહીં ઉપસ્થિત લોકો મૃતકોના નામ અને કામના સ્થળથી પરિચિત હતા.તેલોકો માંથી જાણવા મળ્યુહતુંકે કાર વીજયભાઈ વોરા ચલાવતા હતા. તે 70ની સ્પીડથી વધુ કદી ચલાવતા ન હતા.પરંતુ આજે એટલી સ્પીડ હતીકે ટોરસ ટ્રક સાથે અથડાતા પાછળ ના બંને સાઈડના વહીલ નો જોટો લોખંડ સાથે તૂટી ને જુદો પડી ગયો હતો.