Site icon Gujarat Mirror

ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા નામના 69 વર્ષના ખેડૂત પોતાની વાડીમાં તુવેરના ઉભા પાકમાં પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અનિલ ઘેલાભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ. ચાવડા સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version