ગુજરાત

ઓખામાં બહેનોએ B.S.Fનાં જવાનોને રાખડી બાંધી

Published

on

ઓખા ખાતે યોગા ગ્રુપની બહેનોએ B.S.Fના જવાનોને રાખડી બાંધી. રક્ષાબંધન ની પૂર્વસંધ્યાએ ઓખામાં B.S.Fમા કેમ્પ એ જવાનોને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. દેશ ની રક્ષા કરવા B.S.Fનાં જવાનો જે પોતાના પરિવારથી ખુબ દૂર હોય ત્યારે ઓખાનાં યોગા ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધી તેમને અહીંયા પરિવાર છે તેવો એહસાસ કરાવેલ. આ ક્ષણે B.S.Fના જવાનો પણ ભાવુક થયા હતા. B.S.Fનાં અરુણકુમાર તેમજ સાથી જવાનોને બહેનો પાસે રાખડી બંધાવી ગદગદિત થયા હતા. આ કાર્યક્રમ માં ઓખા યોગા ગ્રુપના લીડર રક્ષાબેન જોષી તેમજ તેમની સાથે યોગા ગ્રુપની બહેનો જોડાયા હતા ઉપરાંત ઓખા નગરપાલિકા નાં સદસ્યા શ્રીમતી સોનલબેન પણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓખા યોગા ગ્રુપની બહેનો દ્વારા સુંદર રીતે કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version