Site icon Gujarat Mirror

ચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટ

આજે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે માર્કેટ બંધ હોવાથી ભાવ સ્થિર: સોનામાં પણ તેજી યથાવત, રાજકોટમાં સોનું રૂા.1,47,500

વિશ્ર્વભરમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ભારતમાં પણ ગઇકાલે ચાંદીએ તોતીંગ વધારો નોંધાયો હતો અને એક જ દિવસમાં ફરી 10000 રૂા.નો વધારો નોંધાતા ચાંદી 3 લાખની નજીક પહોંચી છે. ચાંદીની સાથે સાથે સોનામાં તેજી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં સોનુ દોઢ લાખે પહોંચે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે.

આજે મહારાષ્ટ્રમાં નગરપાલિકા ચુંટણીને કારણે ભારતીય શેર બજાર તેમજ એમસીએકસ પણ બંધ હોવાને કારણે આજે નવા ભાવ અપડેટ થયા નથી. પરંતુ ગઇકાલે એમસીએકસમાં ચાંદીનો ઉચ્ચતમ ભાવ 291406 સુધી પહોંચ્યો હતો અને રાજકોટમાં ભાવ 296000 સુધી પહોંચયો હતો.

સોનાની વાત કરીએ તો સોનુ ગઇકાલે એમસીએકસમાં 143590 સુધી પહોંચયું હતું. જયારે રાજકોટની બજારમાં ભાવ 147000 ઉપર જોવા મળ્યો હતો. એક નિષ્ણાંતના કહેવા મુજબ જયાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતીમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ચાંદી અને સોનુ બેકાબુ રહી શકે છે. જો આ વાતને સાચી માનીએ તો સોના-ચાંદીના ભાવ કયાં પહોંચશે તે કહેવું મુશ્કેલ બની રહેશે. ભારતની બજાર તો આજે બંધ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર ચાલુ છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4595 ડોલર અને ચાંદી 87.85 ડોલર પર જોવા મળી રહી છે. એટલે કે આજે સોનુ અને ચાંદી થોડુ ઘટેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ભારતીય માર્કેટ આવતીકાલે ફરી ખુલશે ત્યારે ચાંદી ત્રણ લાખને પાર થાય તો નવાઇ નહીં.

મતદાનને કારણે હવે કોલ ઇન્ડિયા આઇપીઓનું લીસ્ટીંગ 19 તારીખે થશે

કોલ ઇન્ડીયાના આઇપીઓને બંપર પ્રતિસાદ મળ્યા બાદ 16 તારીખે લીસ્ટીંગ થવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ શેર બજારમાં 15 તારીખની રજા ઘોષીત કરવામાં આવતા આજે માર્કેટ બંધ રહ્યું છે. જેને કારણે હવે કોલ ઇન્ડીયાનો આઇપીઓ હવે 16 તારીખને બદલે 19 તારીખે લીસ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલ ઇન્ડીયાના આઇપીઓમાં 45 ટકા નુ રિટર્ન મળવાની સંભાવના છે. જેને લઇને રોકાણકારોમાન ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Exit mobile version