ગુજરાત

કંડલામાં એસઆઈઆઈબીની ટીમની છ કન્ટેન્ટરમાં તપાસ, સોપારીની દાણચોરી ઝડપાઈ

Published

on

દેશના મહાબંદરો એવા મુંદરા અને કંડલા બંદર કચ્છમાં કાર્યરત છે અને વિદેશથી અહી અનેકવીધ કીમીતી ચીજવસ્તુઓની આયાત નિકાસ થવા પામતી હોય છે. પરંતુ પાછલા કેટલાક સમયથી કચ્છમાં દાણચોરી યુકત સોપારી મોટી માત્રમાં આવતી હોય તેમ ચર્ચાસ્પદ કિસ્સાઓ અલગ અલગ બની ચૂકયા છે અને તેમાંય મુંદરામાં સ્મગલીંયુકત સોપારી પ્રકરણમાં પોલીસનો તોડકાંડ વધારે જ કાળી ટીલ્લી લગાડવા સમાન બની જવા પામ્યો હતો. જાણે કે, તે બાદ મુંદરામાં સોપારી દાણચોરી કરનારાઓમાં સહેજ ઓટ આવી હોય અને કંડલા-કાસેઝ આસપાસમાં એક યા બીજી રીતે સોપારી દાણચોરી કરવાની કોઈ ચોકકસ સિન્ડીકેટ-ગેંગ જ મેદાનમાં આવી ગઈ હોય તેમ ખાસ કરીને રોકસોલ્ટ ડીકલેર કરી અને તેની આડમાં સોપારી આયાત કરી, પલ્ટી મારી અને તગડી દાણચોરી-ડયુટી ચોરી કરી લેવાના કારનામાઓના એક પછી એક અહીથી પર્દાફાશ થવા પામી રહ્યા છે.


ગત તા. 18મી જુલાઈના રોજ કંડલા પોલીસે રોકસોલ્ટ બતાવી આયાત થયેલા બે કન્ટેન્ટરમાં સોપારીનો મિસડીકેરશ કરાયેલ જથ્થે-મુદામાલ એક ગોડાઉનમાથી પકડી પાડયો અને તેમાં ત્રણ શખ્સોની પણ ધરપકડ થવા પામી ચુકી છે તો વળી આગળની તપાસ ચલાવાઈ જ રહી છે તે વચ્ચે જ હવે કંડલા કસ્ટમ એસઆઈઆઈબી વિંગ દ્વારા આ જ રીતે સીંધુલુણ-રોકસેાલ્ટ ડીકલેર કરી અને તેમાં સોપારી ભરી તેને કોઈ જગ્યાએ લઈ જઈ અને પલટી મારવામાં આવે તે પહેલા જ ગત રોજ અટકાવીઅને સીડબલ્યુસી ગોડાઉનમાં લઈ જઈ તપાસણીઓ શરૂૂ કરવામા આવતા બાતમી અનુસાર તેમાથી સોપારીનો જથ્થો મળી આવ્યો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. ગત મોડી રાતે શરૂૂ કરેલી આ છાનબીન કંડલા એસઆઆઈબીના અધિકારીઓ દ્વારા આજરોજ પણ સવારથી જ ચાલુમાં હોવાનુ મનાઈ રહ્યું છે. કહેવાય છે કે, કંડલા પોર્ટ પર ઈમ્પોર્ટ કરવમા આવેલા આ ક્ધટેનર પલટી મરાવી અને કાસેઝ તરફ જવાના હતા તેવુ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા જ અમદાવાદ ડીઆરઆઈ દ્વારા કાસેઝની જે પેઢી પર સોપારી રીએકસપોર્ટ કરવાના નામે તવાઈ બાલાવી અને તપાસ ચલાવાઈ રહી છે તે વરસુર વેરહાઉસ કાસેજના જ દસ્તાવેજો આ છ ક્ધટેનરમાં પણ હોવાથી તે પણ કાસેઝના આ જ વેરહાઉસમાં જવાના હતા તેવુ પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. હવે જો હકીકતમાં આવુ જ બન્યુ હોય તો ચોકકસથી મોટો અને ગંભીર ગુનો બની રહ્યો છે. કારણ કે, રોકસોલ્ટ ડીકલેર કરાયુ, તેમાંથી સોપારી મળી છે અને તે કાસેજના કોઈ વેરહાઉસમાં જવાનુ હતુ, તો તેનો અર્થ શું થયો? ઉપરાંત અગાઉ થોડા સમય પહેલા જ આ વેરહાઉસ્ સોપારીના રીએસપોર્ટના નામે ડીટીએ પલટી મારવાની તપાસ હેઠળ ચર્ચમાં આવી ગયુ હોય.! જો કે, બીજીતરફ આ અંગે કંડલા કસ્ટમ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ હાલતુરંત તપાસ ચાલુમાં હોવાથી મગનું નામ મરી પાડવાનો ઈન્કાર જ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version