ગુજરાત
શ્રીનાથધામ હવેલી ખાતે શ્રીપ્રભુ સુખાર્થે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં કરાયું આયોજન
સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વ દિપાવલી એવમ નૂતન વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ત્યારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર નૂતન વર્ષે શ્રી પ્રભુ સુખાર્થે અન્નકૂટ મનોરથ સાકાર થયો.
આ અન્નકૂટ પર્વ પર વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં ટઢઘ શ્રીનાથ ધામ હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર ભવ્ય અન્નકૂટ મનોરથમાં 51 કિલો અન્ન (સખડી)ના વિનિયોગથી ઊંચા સખડીના શિખરની અતિ દિવ્ય સજાવટ કરવામાં આવી સાથે જ 11 ડબ્બા ઘીની વિવિધ પ્રકારની સામગ્રી બનાવીને શ્રી પ્રભુને ભોગ ધરાવામાં આવ્યો.
તારીખ :- 6/11/2024 (બુધવાર)ના દિવસે સવારે 10:00 કલાકે ગોવર્ધન પૂજાના ખુબ જ સુંદર દર્શન થયા તથા સાંજે 6:00 થી 11:00 કલાક સુધી શ્રી પ્રભુ સુખાર્થે અન્નકૂટ મહોત્સવના દર્શન થયા. સાથેજ નવા વર્ષ નિમિત્તે વૈષ્ણવોએ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રી ના આશીર્વાદ નો લાભ ગ્રહણ કરીને કૃતાર્થ થયા. અન્નકૂટ મહોત્સવનો પ્રસાદ ગરીબોને તેમજ વૈષ્ણવોનમાં વિતરણ કરવામાં આવ્યો હતો.