આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં ફુટબોલ મેચમાં જીતની ઉજવણી કરતી ભીડ ઉપર ગોળીબાર, ત્રણનાં મોત
જેઓને વેસ્ટર્ન નોવેલ્સ વાંચવાનો શોખ હશે, તેઓએ સન-ડાઉન જીમ પોકેટ બુકમાં વાંચ્યું હશે. ટેક્ષાસ વ્હેર મેન કુડ સર્વાઈવ, બાય રાઇડીંગ ફાસ્ટ એન્ડ શૂટિંગ ફાસ્ટર. આમ અમેરિકાનાં સમવાયતંત્રની સ્થાપના પછી હજી સમવાય તંત્રીય પ્રમુખ સત્તા ખરા અર્થમાં (ડી-ફેક્ટો) પ્રસરી ન હતી. ત્યારથી અમેરિકાનાં લોહીમાં જ ગન-કલ્ચર વહી રહ્યું છે. જો બાયડેને તે નાથવા કાનૂન ઘડવા પ્રયત્નો કર્યા પરંતુ, બંદૂકના વ્યાપારીઓના ઉગ્ર વિરોધ સામે તેમનું ચાલ્યું નહીં. તેથી તો આપણે લગભગ દર સપ્તાહે અમેરિકામાં ગન-ફાઈટના સમાચારો વાંચીએ છીએ.
આવી જ એક ઘટના તાજેતરમાં માત્ર 16000ની વસ્તી ધરાવતાં લેક્ષીન્ગટનમાં બની હતી.
શહેરથી ત્રણેક કિ.મી. જ દૂર એક ફૂટબોલ ગેઈમમાં શહેરના વિદ્યાર્થીઓએ મેળવેલા વિજયની ઉજવણી કરવા એકઠા થયેલા 200થી 300 માણસો ઉપર બે બંદૂકધારીઓએ ઓચિંતા ગોળીબાર શરૂૂ કરતાં 19 વર્ષના બે યુવાનો અને એક 25 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. આઠેકને ઈજાઓ થઈ હતી. આ સાથે નાસભાગ શરૂૂ થઈ હતી. ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ માહિતી આપતાં હોમ્સકાઉન્ટીના શેરીફ વીવી માર્ચે કહ્યું હતું કે વાસ્તવમાં શનિવારે સવારે લેક્ષીન્ટનથી 3 કી.મી. દૂર આવેલી ફૂટબોલ મેચમાં શહેરની ફૂટબોલ ટીમ વિજયી થતાં તેને સહર્ષ આવકારવા 200થી 300 માણસો એકત્રિત થયા હતા ત્યાં બે બંદૂકધારીઓએ ઓચિંતી ગોળીબાર શરૂૂ કરતાં બે 19 વર્ષના અને એક 25 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું અન્ય 8ને ઈજાઓ થઈ હતી. તે પછી ભારે નાસભાગ પણ થઈ હતી. આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી.